મુરાદાબાદ: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં 200 કોંગ્રેસી નેતાઓ વિરુદ્ધ પોલીસે દેશદ્રોહનો કેસ નોંધ્યો છે. આ કેસ ઠાકુરદ્વારા પોલીસ સ્ટેશનના સબ ઈંસ્પેક્ટર અમિત શર્મા તરફથી લખાવવામાં આવ્યો છે.

મુરાદાબાદ પોલીસના મતે શનિવારે કોંગ્રેસી નેતાઓએ ઉરી હુમલાના વિરોધમાં જે પ્રદર્શન કર્યું હતું, તેમાં અમુક કોંગ્રેસી નેતાઓ દ્વારા પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા, જે દેશ દ્રોહની શ્રેણીમાં આવે છે. તેમાં પોલીસે મુરાદાબાદ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ ડૉ. એપી સિંહની સાથે-સાથે પૂર્વ બ્લાક પ્રમુખ એજાજ, મુશાહિદ ચૌધરી અને યાસીન કુરેશીને કોંગ્રેસી નેતાઓને આ મામલે દોષી ગણાવ્યા છે. અને બસોથી વધારે અજ્ઞાત લોકોને પણ આરોપી બનાવ્યા છે.