Nisha Rawalના ચહેરાના ઘા જોઇને રામાયણની સીતા, 'દિપીકા ચીખલિયા'એ કહ્યું કે... 'કરણે તેમને માર....'

ફેમસ એક્ટર કરણ મેહરા અને તેની પત્ની નિશા રાવલની વચ્ચે વિવાદ થઇ રહ્યો છે. ફેમસ ટીવી સિરિયલમાં સીતાનો રોલ અદા કરનાર એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નિશા રાવલના ચહેરે લાગેલા ઘા બતાવી રહ્યાં છે કે, તેમની સાથે મારપીટ થઇ છે. મીડિયામાં સામે આવેલ રિપોર્ટસ મુજબ નિશાને તેમના પતિે મારી છે. જે સ્વીકારી શકાય તેવું નથી

Continues below advertisement

ફેમસ એક્ટર કરણ મેહરા અને તેની પત્ની નિશા રાવલની વચ્ચે વિવાદ થઇ રહ્યો છે. ફેમસ ટીવી સિરિયલમાં સીતાનો રોલ અદા કરનાર એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નિશા રાવલના ચહેરે લાગેલા ઘા બતાવી રહ્યાં છે કે, તેમની સાથે મારપીટ થઇ છે. મીડિયામાં સામે આવેલ રિપોર્ટસ મુજબ નિશાને તેમના પતિે મારી છે. જે સ્વીકારી શકાય તેવું નથી

Continues below advertisement

પ્રખ્યાત ટીવી શો 'યે રિશ્તા ક્યા કેહલાતા હૈ'ના અભિનેતા કરણ મેહરા અને તેની પત્ની નિશા રાવલ તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. નિશાએ કરણ પર હુમલો કરવાનો કેસ દાખલ કર્યો છે. નિશાના મિત્રોએ પણ તેની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં નિશા ખરાબ રીતે ઘાયલ જોવા મળી રહી છે. તેનો ચહેરો ભારે સોજી ગયો  છે અને ઘણી જગ્યાએ ઘાના પણ નિશાન છે. આ બાબતમાં, ટીવીના ઘણા જાણીતા સેલેબ્સે તેમનો પ્રતિસાદ આપ્યો છે. આ સાથે જ હવે પ્રખ્યાત અભિનેત્રી દીપિકા ચિખલીયાએ પણ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. 90 ના દાયકાની પ્રખ્યાત ટીવી સીરિયલ 'રામાયણ'માં દીપિકા ચિખલીયાએ સીતાની તેજસ્વી ભૂમિકા ભજવીને ઉદ્યોગમાં એક અલગ ઓળખ બનાવી હતી.

દીપિકા ચિખલીયાએ કહ્યું કે, "તેના (નિશા રાવલ) ચહેરા પર થયેલી ઈજા દર્શાવે છે કે તેના પર હુમલો થયો છે. મીડિયામાં જે અહેવાલો સામે આવ્યા છે, તેના અનુસાર નિશાને તેમના પતિએ મારી છે, જેને સ્વીકારી શકાય નહીં. મને લાગે છે. મહિલાઓ પર અત્યાચાર ન થવો જોઈએ. તેઓએ બહાર આવીને યોગ્ય સમયે સાચું કહેવું જોઈએ. જ્યારે પતિ (કરણે) પહેલી વાર હાથ ઉંચો કર્યો ત્યારે નિશાને આગળ આવવું જોઈએ. તે  આવું કેમ કરી શકતી નથી. " તેમણે વધુમાં કહ્યું, "આવી મહિલાઓને કુટુંબ અને મિત્રોની મદદ મળે છે. નિશા સુંદર અને આત્મનિર્ભર છે. મને લાગે છે તેમને સમાજનો ડર સતાવે છે. આ ડરથી બહાર આવીને તેમને હકીકત સામે લાવવી જોઇએ. 

આ પહેલા ટેરોટ કાર્ડ રીડર મુનિષા ખટવાણી અને ડિઝાઇનર રોહિત વર્માએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટીવી એક્ટર કરણ મેહરાની પત્ની નિશા રાવલની ચોંકાવી દેતી  તસવીર શેર કરી હતી. મુનિષા અને રોહિત એક્ટરની પત્નીના  ક્લોઝ ફ્રેન્ડ છે. તસવીર શેર કરતા મુનિષા ખટવાણીએ લખ્યું, "મૌન તોડવાનો સમય આવી ગયો છે,  હવે જાગવાનો સમય છે. ક્યારેય કોઇ બુકને તેના કવરથી ન આંકો. મને  ચૂપ રહેવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ હવે હું ચૂપ રહી શકતો નથી. નિશા,  અમે તારી સાથે છે. 

 

Continues below advertisement
Sponsored Links by Taboola