Seema Haider News: પાકિસ્તાની મહિલા સીમા હૈદર હાલમાં ઘણી ચર્ચામાં છે. ઉત્તર પ્રદેશ એટીએસ સતત સીમાની પૂછપરછ કરી રહી છે, જ્યારે સીમા હૈદર જે કહી રહી છે તેના પર એટીએસને શંકા છે. સીમા હૈદર ખૂબ જ આત્મવિશ્વાસથી એજન્સીના પ્રશ્નોના જવાબ આપે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીમા હૈદરનો આજે લાઇ ડિટેક્ટર અથવા પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી શકે છે
એટીએસ સીમાના જવાબો પર સતત શંકા કરી રહી છે. જ્યારે ATSએ સીમા હૈદરને પૂછ્યું કે તું ભારત કેવી રીતે આવ્યો? તો તેના જવાબમાં સીમાએ ખૂબ જ વિચિત્ર જવાબ આપ્યો હતો જેને સાંભળીને એજન્સી આ વાત પર વિશ્વાસ કરી રહી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીમાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેણે યુટ્યુબમાં જોઇને ભારત આવવાની માહિતી મળી હતી, જોકે એજન્સીઓને વિશ્વાસ આવી રહ્યો નથી.
શું છે સમગ્ર મામલો
યુપી એટીએસની ટીમે અગાઉ સોમવારે (17 જુલાઈ) પણ સીમા હૈદરની પૂછપરછ કરી હતી. સીમા અને સચિન મીના 2019 માં PUBG ગેમ રમતી વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી. આ પછી, 13 મે, 2023 ના રોજ સીમા હૈદર નેપાળ થઈને બસમાં બેસીને ભારત આવી હતી.
17 જૂલાઈએ સીમા હૈદરની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે સચિન પહેલા પણ સીમા હૈદરે ભારતમાં કેટલાક લોકોનો સંપર્ક કર્યો હતો. સીમાએ જેમનો સંપર્ક કર્યો તેમાંથી મોટાભાગના લોકો દિલ્હી એનસીઆરના હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એટીએસે સોમવારે સીમા હૈદર પાસેથી અંગ્રેજીની કેટલીક લાઈન વંચાવી હતી જે સીમાએ માત્ર સારી રીતે વાંચી જ નહીં પરંતુ તેની વાંચવાની રીત પણ સારી હતી.
બીજી તરફ આજે એટલે કે મંગળવારે વોટ્સએપ ચેટ અને તમામ પુરાવાના આધારે સીમા હૈદરની પૂછપરછ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં સીમાના આઈડી કાર્ડ હાઈ કમિશનને મોકલવામાં આવ્યા છે. સીમાની લવસ્ટોરી અને ભારતમાં એન્ટ્રી લેવાના આ સમગ્ર એપિસોડમાં ષડયંત્રનો એંગલ જોવામાં આવી રહ્યો છે કારણ કે સીમાના પરિવારનો પાકિસ્તાની સેના સાથે સીધો સંબંધ છે
સીમાના કાકા અને ભાઇ પાકિસ્તાન આર્મીમાં છે જેના કારણે વધુ શંકા થઇ રહી છે. તેની સાથે વિઝા વિના ભારત આવવા અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. યુપી એટીએસે સોમવારે સીમા હૈદરનો પાસપોર્ટ, આધાર કાર્ડ અને તેના બાળકો સાથે સંબંધિત દસ્તાવેજો પણ તપાસ્યા હતા. તપાસ દરમિયાન ગ્રેટર નોઈડા રાબુપુરા પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જને પણ બોલાવવામાં આવ્યા હતા. એટીએસે સ્ટેશન ઈન્ચાર્જની તપાસમાં મળેલા પુરાવાને તેની તપાસમાં સામેલ કર્યા હતા.
Join Our Official Telegram Channel: