નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર એટલે કે ઇસરોએ વર્ષના પહેલા દિવસે ત્રણ મોટી જાહેરાતો કરી દીધી છે. ઇસરો ચીફ કે સિવને પ્રેસ કૉન્ફરન્સ કરીને ચંદ્રયાન-3, ગગનયાન પ્રૉજેક્ટ અને નવા સ્પેસ પોર્ટ વિશે માહિતી આપી દીધી છે.


સિવને જણાવ્યુ કે, કેન્દ્ર સરકારે ચંદ્રયાન-3ને મંજૂરી આપી દીધી છે. સાથે જ તેમને કહ્યું કે ઇસરોએ ગગનયાન માટે અંતરિક્ષ યાત્રીઓની પણ પસંદગી કરી લીધી છે.

સિવને કહ્યું કે, અમે ગગનયાન પ્રૉજેક્ટ પર ખુબ કામ કરી લીધુ છે અને પુરુ થયુ છે. આના માટે અંતરિક્ષ યાત્રીઓની પસંદગી પ્રક્રિયા પણ પુરી થઇ ચૂકી છે. ગગનયાન પ્રૉજેક્ટ માટે ચાર અંતરિક્ષ યાત્રીઓની પસંદગી કરી છે. તેમની ટ્રેનિંગ પણ પુરી થઇ ચૂકી છે, અને આગળની ટ્રેનિંગ જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયાથી રશિયામાં શરૂ થશે.



ઉલ્લેખનીય છે કે ભારતે ગગનયાન મિશન પર સહયોગ માટે રશિયા અને ફ્રાન્સની સાથે કરાર કર્યો છે. આની સાથે કે સિવને આનંદ સાથે કહ્યું કે ચંદ્રયાન-3ને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ચૂકી છે, અને આની બધી પ્રક્રિયા યોગ્ય રીતે ચાલી રહી છે.

ઇસરો પ્રમુખે કહ્યું કે, ચંદ્રયાન-3ની પેટર્ન ચંદ્રયાન-2ના જેવી જ છે. ચંદ્રયાન-2માં ઓર્બિટર, લેન્ડર અને રૉવર ફોર્મેટ હતુ, આ બધાનો પહેલા જ ઉપયોગ થઇ ચૂક્યો છે. આ ઉપરાંત કે સિવન અને એક સ્પેસ પોર્ટ ખોલવા વિશે પણ માહિતી આપી હતી.