શિવસેનાના નેતા સંજય રાઉતે પણ કહ્યુ કે ઉદ્ધવ ઠાકરે સીએમ બનવા માટે તૈયાર છે. એ સ્પષ્ટ થઈ ગયુ છે કે મહારાષ્ટ્રમાં એનસીપી-શિવસેના અને કોંગ્રેસ વચ્ચે સરકારની રચના માટે અંતિમ નિર્ણય થઈ ગયો છે.
ત્રણે પક્ષો આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામો 24 ઓક્ટોબરે જ આવી ગયા હતા અને લગભગ એક મહિનાથી રાજ્યમાં રાજકીય અસ્થિરતા જોવા મળી રહી છે. આ કારણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.