નવી દિલ્હી:  વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું 67 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું છે. તેમની પુત્રી અને અભિનેત્રી મલ્લિકા દુઆએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા મૃત્યુની પુષ્ટિ કરી છે. વિનોદ દુઆના અંતિમ સંસ્કાર આવતીકાલે લોધી સ્મશાનગૃહમાં કરવામાં આવશે.



મલ્લિકા દુઆએ તેના પિતાની તસવીર શેર કરી અને લખ્યું, અમારા નીડર અને અસાધારણ પિતા વિનોદ દુઆનું નિધન થઈ ગયું છે. તેમણે એક અદ્રિતીય જીવન જીવ્યું,  દિલ્હીની શરણાર્થી વસાહતોમાંથી 42 વર્ષ સુધી પત્રકારત્વની ઉત્કૃષ્ટતાના શિખર સુધી વધતા તેઓ  હંમેશા સત્ય બોલતા હતા. તે હવે અમારી માતા, તેની પ્રિય પત્ની ચિન્ના સાથે સ્વર્ગમાં છે, જ્યાં તેઓ એકબીજા માટે ગાવાનું, રસોઈ કરવાનું, મુસાફરી કરવાનું ચાલુ રાખશે.


દુઆને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  આ વર્ષની શરૂઆતમાં તેમને પણ કોવિડ-19 ચેપ લાગ્યો હતો, જ્યારે તેમણે ઘણા દિવસો સારવારમાં  વિતાવ્યા હતા. તેમની પુત્રી મલ્લિકાએ  ગયા અઠવાડિયે આરોગ્ય અપડેટ શેર કર્યું જ્યારે તેમને પોસ્ટ કોરોનાવાયરસ જટિલતાઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


 







વિનોદ દુઆ તેમના જાહેર હિતના પત્રકારત્વ માટે જાણીતા હતા. તેમણે દૂરદર્શન સહિત અનેક સંસ્થાઓમાં ઘણાં વર્ષો સુધી ન્યૂઝ એન્કર તરીકે કામ કર્યું. આ વર્ષે જૂનમાં, વિનોદ દુઆની પત્ની ડૉક્ટર પદ્માવતી દુઆનું પણ કોરોનાવાયરસ જટિલતાઓને કારણે નિધન થયું હતું. તે ચિન્ના દુઆ તરીકે જાણીતી હતી. તે સમયે પુત્રી મલ્લિકાએ સોશિયલ મીડિયા પર આ સમાચારની પુષ્ટિ કરતા લખ્યું, “ગઈ રાત્રે તે અમને છોડીને ગઈ. મારું આખું હૃદય મારું આખું જીવન. એકમાત્ર ભગવાનને હું જાણું છું. મારી માતા, મને માફ કરજો હું તમને બચાવી ન શકી. તમે ખૂબ જ સંઘર્ષ કર્યો  માતા. મારા કિંમતી, મારુ મન, તમે મારું આખું જીવન છો


ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 57માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 160માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.  


 


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8603 નવા કેસ નોંધાયા છે અને 415 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8190 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 99974 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4463 કેસ નોંધાયા છે અને 269 સંક્રમિતોના મોત થયા છે.