PM Modi Full Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેરાદૂનમાં 18 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી તૈયાર થનારી વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. આ પરિયોજનાઓમાં દિલ્હી –દહેરાદૂન આર્થિક કોરિડોર સામેલ છે. આ દરમિયાન તેમણે વિજય સંકલ્પ મહારેલીને સંબોધિત કરતા કહ્યું કે સુરક્ષિત તમારા હાથમાં સંપૂર્ણ ભારતવર્ષ છે. તમારા આશિર્વાદથી જ આ પ્રદેશ વિકાસ પામે છે.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઉત્તરાખંડ આખા દેશની આસ્થા જ નહી પરંતુ કર્મ અને કઠોરતાની ભૂમિ છે. એટલા માટે આ ક્ષેત્રનો વિકાસ, આ ક્ષેત્રને ભવ્ય સ્વરૂપ આપવું, ડબલ એન્જિનની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે ભારત, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયાથી વધુ રોકાણના ઇરાદે આગળ વધી રહી છે. આજે ભારતની નિતિ, ગતિશક્તિ છે. બેગણી-ત્રણ ગણી ઝડપથી કામ કરવાની છે.








તેમણે કહ્યું કે આ શતાબ્દિની શરૂઆતમાં અટલજીએ ભારતમાં કનેક્ટિવિટી વધારવાના અભિયાનની શરૂઆત કરી હતી પરંતુ ત્યારબાદ 10 વર્ષમાં દેશમાં એવી સરકાર રહી જેણે દેશનો, ઉત્તરાખંડનો બહુમૂલ્ય સમય વેડફી દીધો. વડાપ્રધાને કહ્યું કે 10 વર્ષ સુધીમાં દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામ પર કૌભાંડ થયા હતા. જેનાથી દેશને જે નુકસાન પહોંચ્યું છે તેની ભરવાઇ કરવા માટે અમે બે ગણી ઝડપથી મહેનત કરી અને આજે પણ કરી રહ્યા છીએ. આજે ભારત, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવા ઇરાદે આગળ વધી રહ્યા છે. વર્ષ 2007થી 2014 વચ્ચે કેન્દ્રમાં જે સરકાર હતી તેણે સાત વર્ષમાં ઉત્તરાખંડમાં ફક્ત 288 કિલોમીટર નેશનલ હાઇવે બનાવ્યા હતા જ્યારે અમારી સરકારે  પોતાના સાત વર્ષમાં ઉત્તરાખંડમાં બે હજાર કિલોમીટરથી વધુ લંબાઇનો નેશનલ હાઇવે બનાવ્યો છે. સરકાર હવે સીધી નાગરિકો પાસે જાય છે. આજે ઉત્તરાખંડમાં પાંચ લાખથી વધુ ઘરોમાં નળથી પાણી આવે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે જે સરકાર છે તે દુનિયામાં કોઇ દેશના દબાણમાં આવતી નથી.


Omicron threat : UKથી અમદાવાદ એરપોર્ટ પર આવેલો મુસાફરો સંક્રમિત મળતાં તંત્ર થયું દોડતું, જાણો શું લીધા પગલા?


Rahul Gandhi એ કહ્યુ- ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર આપે મોદી સરકાર


Omicron Variant: શું ઓમિક્રોન વેરિઅન્ટથી આવશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો સ્વાસ્થ્ય મંત્રાલયનો જવાબ


Surat : વિદ્યાર્થી સહિત પરિવારના 3 સભ્યોને લાગ્યો કોરોનાનો ચેપ, આખી સોસાસટી મૂકાઈ કન્ટેન્ટમેન્ટમાં