કાનપુર ઘાટમપુર નગરના મંડી સમિતિ સ્થિત તળાવના કિનારે જાણીતી બ્રાન્ડવાળા પાન મસાલાની એજન્સી છે. છેલ્લાં ઘણાં દિવસોથી લોકડાઉનમાં પાન મસાલાનું વેચાણ બંધની વચ્ચે રાજ્ય સરકારના આદેશ પર આજે પ્રથમ વખત તમાકુ અને નિકોટીન ન હોય તેવી પાન મસાલા પ્રોડક્ટ પરથી પ્રતિબંધ હટાવ્યો હતો.
જાણકારી મળતા જ જથ્થાબંધ પાન મસાલાની દુકાન કુલતા જ પહેલા અનેક લોકોની ભીડ લાઈનમાં લાગી ગઈ હતી. રિટેલ દુકાનદારો અને પાન મસાલા ખાવાના શોખીનો બોરી લઈને લાઈનમાં ઉભા રહી ગયા હતા.
પાન મસાલાના પેકેટ થેલા ભરીને લઈ જનારાઓમાં પુરુષોની સાથે મહિલાઓ પણ હતી. પાન નસાલા ખરીદવા માટે જમા થયેલ ભીડે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા હતા.
લાઇનમાં ઉભા રહેલ અડધાથી વધારે લોકોએ માસ્ક પણ મહેર્યા ન હતા. આ જાણકારી મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભીડને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ભીડ વધારે હોવાને કારણે અંતે પોલીસે તેમને લાઈનમાં ઉભા રાખવાની ફરજ પડી હતી.
સવારે 9 થી 12 કલાક સુધી એજન્સી સંચાલકે જ્યાં સુધી પાન મસાલાનો સ્ટોક ખત્મ થવાની જાહેરાત ન કરી ત્યાં સુધી લાંબી લાઈનો લાગેલી હતી.