નવી દિલ્હી: કેંદ્ર સરકારે રસીની અછત દૂર કરવા માટે રસીકરણ ઝડપી કરવાની તૈયારી શરુ કરી છે. જૂલાઈ અંત સુધીમાં સરકાર વેક્સિના 20-25 કરોડ ડોઝ અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 30 કરોડ ડોઝ ખરીદવાનું લક્ષ્યાંક રાખ્યું છે.


સરકારી સૂત્રોએ રવિવારે તેના વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા જૂન મહીનામાં સરકારને કોવિશિલ્ડ  વેક્સિનના 10-12 કરોડ ડોઝ આપશે. 



કોરોના વેક્સિન ઉત્પાદક પુણેની સીરમ ઇન્સ્ટીટયુટ એ મોટી જાહેરાત કરી છે. સીરમ જૂન મહિનામાં કેન્દ્ર સરકારને કોવીશિલ્ડ (Covishield) ના 10 કરોડ ડોઝ આપશે.



સીરમ ઇન્સ્ટીટયુટ (Serum institute) એ કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે જૂન મહિનામાં 10 કરોડ કોવિશિલ્ડ ડોઝનું ઉત્પાદન અને સપ્લાય કરશે. કંપનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જયારે દેશમાં કોરોના વાયરસની રસીની અછત વર્તાઈ રહી છે.


સીરમ ઇન્સ્ટીટયુટ (Serum institute) ની કોવીશિલ્ડ (Covishield) વેક્સિન સહીત કેન્દ્ર સરકાર જૂન મહિનામાં રાજ્યોને વેક્સિનના 12 કરોડ ડોઝ આપશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જૂન મહિનામાં રાજ્યોને કોરોના વેક્સિનના 12 કરોડ ડોઝ આપવાનો દાવો કર્યો અને રાજ્યોને તેનું સપ્લાય શેડ્યૂલ પણ મોકલ્યું છે. ભારત સરકારે અત્યાર સુધીમાં વિનામૂલ્યે તેમજ સીધી ખરીદીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 22.77 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવ્યા છે. આમાંથી વેસ્ટેજ સહીત કુલ 20,80,09,397 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હાલ કોરોના વેક્સીનના 1.82 કરોડ ડોઝ ઉપલબ્ધ છે.