ઇશાન કિશનના કરિયરની વાત કરીએ તો તેમને અત્યાર સુધીમાં ટી20 મેચમાં ટીમ ઇન્ડિયા માટે કુલ 60 રન બનાવ્યાં હતા. આ દરમિયાન 56 રનનો તેનો સ્કોર છે. તેમણે 44 ફર્સ્ટ ક્લાસ મેચમાં 37.53ની સરેરાશથી 2265 બનાવ્યાં છે.
ભારતીય ક્રિકેટ ટીમના ઇશાન કિશને શ્રીલંકા વિરૂદ્ધ જુલાઇમાં થનાર વનડે અને ટી 20 સીરીઝ માટે પસંદ કરે તેવી શક્યતા છે. તેમણે ઇગ્લેન્ડ સામે ટી20 સીરિઝમાં માં અર્ધશતક લગાવીને કરિયરની ધમાકેદાર શરૂઆત થઇ છે. જો કે આ બધાની વચ્ચે એવું લાગી રહ્યું છે કે તેમની લવ લાઇફ ઠીક નથી ચાલી રહી છે. તેના સંકેત તેમની ગર્લફ્રેન્ડ અદિતિ હુડિયાએ આપ્યાં છે.
અદિતિ હુડિયા તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી એક ક્વોટ શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે. "હર રિશ્તા શાદી તક નહીં જાતા, કેટલાક આપને નવા-નવા રેસ્ટોરન્ટ શોધવામાં મદદ કરે છે.' તેમનીસ્ટોરને જોઇને લોકો દંગ રહી ગયા છે. ફેન્સ વિચારી રહ્યાં છે કે શું અદિતી અને ઇશાનમાં કંઇ ઠીક નથી ચાલી રહ્યું છે. શું બંને અલગ થવાના છે?જોકે આ બંનેમાંથી અત્યાર સુધીમાં કોઇ આ મુદ્દે કંઇ સ્પષ્ટતા નથી કરી. અદિતિ અને ઇશાન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
અદિતિ હુ઼ડિયાનો જન્મ 15 જાન્યુઆરી 19197માં જયપુરમાં થયો હતો.તેમણે 2016થી મોડલિંગમાં કરિયર બનાવવાનું શરૂ કર્યું છે. અદિતિએ એલિટ મિસ રાજસ્થાન સ્પર્ઘામાં ભાગ લીધો હતો. તે તેમાં રનરઅપ રહી હતી. 2017માં તેમણે ફેમિના મિસ ઇન્ડિયા રાજસ્થાનનું ટાઇટલ જિત્યું હતું. ઉપરાંત 2017માં જ તે એફબીબી કલર્સ ફેમિના મિસ ઇન્ડિયામાં ટોપ 15માં સ્થાન મેળવી ચૂકી છે. 2018માં અદિતિએ સુપરનેચરલનો ખિતાબ જિત્યો હતો.
ઇશાન કિશાનની કરિયરની વાત કરીએ તો તેમણે અત્યાર સુધી બે ટી20 મેચમાં ટીમ ઇન્ડિયા માટે કુલ 60 રન બનાવ્યા હતા. આ દરમિયાન 56 રનનો તેનો સ્કોર છે. તેમણે 44 ફર્સ્ટ ક્લાસ મેચમાં 37.53ની સરેરાશથી 2265 બનાવ્યાં છે. કિશને 5 શતક અને 15 અર્ધશતક બનાવ્યાં છે. લિસ્ટમાં એ ક્રિકેટમાં તેમને 77 મેચોમાં 36.94ની સરેરાશથી 2549 બનાવ્યા હતા. આ દરમિયાન કિશને 4 શતક અને 12 અર્ધશતક બનાવ્યાં હતા.