નવી દિલ્હી: દેશ હાલ કોરોના વાયરસની બીજી લહેરના ચપેટમાં છે. છેલ્લા ઘણા દિવસોથી દરરોજ 4 હજારથી વધુ લોકોના મોત થાય છે. આજ કારણ છે કે વેક્સિનની પણ માંગ વધી છે. ઘણા રાજ્યો વેક્સિનની અછતને લઈ સવાલો ઉઠાવી રહ્યા છે. તેની વચ્ચે સીરમ ઈન્સ્ટીટ્યૂટના ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ એક નિવેદન જાહેર કરી કહ્યું કે ભારત મોટી જનસંખ્યાવાળો દેશ છે અને આટલી મોટી જનસંખ્યામાં 2-3 મહિનામાં વેક્સિનેશન કરવું શક્ય નથી.



સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'આપણે દુનિયાની બે સૌથી મોટી જનસંખ્યાવાળા દેશમાંથી છીએ, આટલી મોટી જનસંખ્યમાં વેક્સિનેશન 2-3 મહિનામાં પૂર્ણ ન કરી શકાય. જેમાં ઘણા પડકારો સામેલ હોય છે. સમગ્ર દુનિયાના લોકોને રસીકરણ કરવામાં 2-3 વર્ષ લાગશે.'


અન્ય દેશને વેક્સિન મોકલવા પર શું કહ્યું


સીરમ ઈન્સ્ટીટ્યૂટે કહ્યું કે ગત વર્ષે અમારી પાસે રસીનો મોટો સ્ટોક હતો અને અમારી વેક્સીનેશન ડ્રાઈવ સફળતા સાથે શરુ થઈ. એ સમયે કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા હતા અને રેકોર્ડ સ્તર પર ઓછા થઈ રહ્યા હતા. એ સમયે વધુ પડતા લોકો, જેમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલા એક્સપર્ટ સામેલ છે, તેઓ માની રહ્યા હતા કે દેશમાં મહામારી હવે ખત્મ થવા પર છે.


તેમણે કહ્યું આજ સમયે દુનિયાના અન્ય દેશો મુશ્કેલીમાં હતા અને તેમને મદદની જરુર હતી. આ દરમિયાન આપણી સરકારે જ્યાં જરુર હતી ત્યાં મદદ પહોંચાડી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ મહામારીની કોઈ જિયોગ્રાફી કે રાજકીય બ્રાઉન્ડ્રી નથી. આપણે ત્યાં સુધી સુરક્ષિત નથી જ્યા સુધી દુનિયામાં દરેક વ્યક્તિ તેને હરાવવા માટે સક્ષમ ન થાય.


સીરમ તરફથી કહેવામાં આવ્યું કે અમે 20 કરોડથી વધારે કોરોના ડોઝની ડિલિવરી કરી છે, અમને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી યૂએસની ફાર્મા કંપનીને મંજૂરી મળ્યાના બે મહિના બાદ મળી હોવા છતા.  જો કુલ ડોઝ બનાવવા અને ડિલિવરી કરવા પર જોઈએ તો આપણે દુનિયામાં ટોપ 3માં છીએ. અમે નિર્માણને સતત વધારી રહ્યા છીએ અને ભારતને પ્રાથમિક્તા આપી રહ્યા છીએ. અમને એ વાતની પણ આશા છે કે અમે COVAX અને અન્ય દેશોને આ વર્ષના અંત સુધીમાં વેક્સિનની ડિલિવરી કરવાનું શરુ કરી દેશું.


કંપનીના સીઈઓ પૂનાવાલાએ કહ્યું કે અમે ભારતના લોકોના જીવ ખતરામાં નાખીને વેક્સીનને એકસપોર્ટ નથી કરી. અમે દેશમાં વેક્સીનેશન ડ્રાઈવને સપોર્ટ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.