કોવેક્સિનને ડીસીજીઆઈ દ્વારા 2 થી 18 વર્ષની વય જૂથના તબક્કા 2 અને 3 ક્લિનિકલ ટ્રાયલ્સ માટે મંજૂરી આપવામાં આવી છે. હવે તેના ક્લિનિકલ ટ્રાયલ્સ ક્યારે શરુ થશે તેને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. નીતિ આયોગના સભ્ય વી કે પોલે જણાવ્યું છે કે આવતા 10-12 દિવસમાં ટ્રાયલ્સ શરૂ થશે.  2 થી 18 વર્ષની વય જૂથના તબક્કા II / III ના ક્લિનિકલ ટ્રાયલ્સ માટે (ડીસીજીઆઈ) દ્વારા COVAXIN ને મંજૂરી આપવામાં આવી છે. 



ભારતમાં આ પહેલીવાર છે જ્યારે બાળકો પર કોવિડ -19 રસીનું પરીક્ષણ કરવામાં આવશે.  ક્લિનિકલ ટ્રાયલ્સમાં 0 અને 28 દિવસમાં   બે કોવિડ -19 રસી શોટ શામેલ છે. આ ટ્રાયલ્સ એઈમ્સ, દિલ્હી, એઈમ્સ, પટણા અને મેડ્રિટ્રીના ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, નાગપુર સહિતના સ્થળોએ થશે.


સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવે કહ્યુ કે, 7 મેએ દેશમાં 4,14,000 કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 2,63,000 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા બે દિવસમાં નવા કેસ 3,00,000 થી ઓછા થઈ ગયા છે. 7 મેએ આવેલા કેસના મુકાબલે આજના કેસ 27 ટકા ઓછા છે. માત્ર 69 ટકા કેસ 8 રાજ્યોમાં છે. 22 રાજ્યો એવા છે જ્યાં પોઝિટિવિટી 15 ટકાથી વધુ છે. 5-15 ટકા પોઝિટિવિટી રેટ વાળા 13 રાજ્યો છે. 1 રાજ્યમાં 5 ટકાથી ઓછો પોઝિટિવિટી રેટ છે. દિલ્હીમાં સાપ્તાહિક પોઝિટિવિટી 25 ટકાથી ઘટીને 13.6 ટકા થઈ ગઈ છે. 


તેમણે કહ્યું કે, દેશમાં સાપ્તાહિક કેસ પોઝિટિવિટી રેટ ઘટીને 16.9 ટકા થઈ ગયો છે. જોકે પોઝિટિવિટી હવે 14.10 ટકા થઈ ગઈ છે. 


કોરોનાની જાણકારી આપતા કહ્યું કે, હજુ દેશની જનસંખ્યાના માત્ર 1.8 ટકા સંક્રમણની ઝપેટમાં આવ્યા છે. અમેરિકામાં તે 10.1 ટકા, બ્રાઝિલમાં 7.3 ટકા, ફ્રાન્સમાં 9 ટકા, રશિયામાં 3.4 ટકા અને ઇટાલીમાં 7.4 ટકા છે.