મોદીએ કહ્યું- મને ખુશી છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધું 3 યોજનાઓનું ઉદ્ધાટન કરવાની તક મળી. અમે એક વર્ષમાં 12 સંયુક્ત પ્રોજેક્ટ શરૂ કર્યા છે. પ્રધાનમંત્રી મોદી અને શેખ હસીના વચ્ચે મુલાકાત બાદ બંને દેશો વચ્ચે જળ સંસાધન, યુવા બાબતો, સંસ્કૃતિ, શિક્ષણ અને દરિયાઈ નગરો સંબંધિત સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા.
પીએમ મોદીએ કહ્યું- અમારું લક્ષ્ય આપણા લોકોનું જીવન શ્રેષ્ઠ બનાવવાનું છે. જે આપણી મિત્રતા પર નિર્ભર છે. ભારત બાંગ્લાદેશ સાથે ભાગીદારીને પ્રાથમિકતા આપે છે.