નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસ પર આપવામાં આવતા પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.   કુલ 141 લોકોને પદ્મ એવોર્ડની જાહેરાત થઈ હતી. જેમાં 7ને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118ને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 33 મહિલાઓને પણ ‘પદ્મ’ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.


ગુજરાતમાંથી કોને કોને મળશે પદ્મશ્રી

ગુજરાતમાંથી સુધીર જૈન, સાંયસ એન્ડ એન્જિનિયરિંગ, યાશ્ઝદી કરંજીયા – કલાક્ષેત્રે, નારાયણ જોષી કરીયાલ - સાહિત્ય ક્ષેત્રે, ગફુર ભાઇ બિલાખીયા - વેપાર અને ઉદ્યોગ, એચ એમ દેસાઇ - સાહિત્ય અને શિક્ષણ, શ્યામ સુંદર શર્મા – મેડિસિન, શાહબુદ્દીન રાઠોડ  સાહિત્ય અને કલા ક્ષેત્રે પદ્મશ્રીની જાહેરાત થઈ છે. જ્યારે જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોષીને પદ્મ ભૂષણથી સન્માનવામાં આવશે.


આ હસ્તીઓને સન્માનવામાં આવશે

જગદીશ લાલ આહુજા, મોહમ્મદ શરીફ, જાવેદ અહમદ ટાક, તુલસી ગોડા, સત્યનારાયણ મુંદયૂર, અબ્દુલ જબ્બાર, ઉષા ચૌમાર, પોપટરાવ પવાર, હરેકાલા હજબ્બા, અરુણોદય મંડલ, રાધામોહન અને સાબરમતી, કુશન કોનવાર શર્મા, ત્રિનિતી સાવો, રવિકન્નન, એસ રામકૃષ્ણન, સુંદરમ વર્મા, મુન્ના માસ્ટર, યોગી આર્યન, રાહીબાઈ સોમા પોપેર, હિમ્મત રામ ભાંભૂ, મોઝ્ઝિકલ પંકજાક્ષી


બોલિવૂડમાંથી કંગના રનૌત, એકતા કપૂર, અદનાન સામી, કરન જોહરને પણ પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે.

ઈંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સને ICC એ કેમ ફટકાર્યો તોતિંગ દંડ, જાણો શું છે મામલો

શું ઐશ્વર્યા રાય ફરીથી પ્રૅગ્નન્ટ છે ? અભિષેક બચ્ચનનું ટ્વિટ થઈ રહ્યું છે વાયરલ

પ્રજાસત્તાક દિવસ પર ભારતના મુખ્ય મહેમાન જેયર બોલસોનારો કોણ છે ? જાણો વિગતે