નવી દિલ્હીઃ 71માં પ્રજાસત્તાક દિવસના સમારોહમાં ભારતના મુખ્ય મહેમાન બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો રહેશે. બ્રાઝીલમાં યોજાયેલા બ્રિક્સ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને આમંત્રણ આપ્યું હતું. ગત વર્ષના ગણતંત્ર દિવસ સમારોહમાં ભારતના મુખ્ય મહેમાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસ હતા.


કોણ છે જેયર બોલસોનારો

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોનો જન્મ 21 માર્ચ, 1955નાં રોજ થયો હતો. તેઓ બ્રાઝીલની કન્ઝર્વેટિવ સોશિયલ લિબરલ પાર્ટીમાંથી આવે છે. ગત વર્ષે તેમણે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મેળવી હતી. તેઓ બ્રાઝીલના 38માં રાષ્ટ્રપતિ છે.

કોઈને કોઈ કારણોસર રહે છે ચર્ચામાં

બોલસોનારો વિપક્ષના નિશાન પર છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અને કાર્યભાર સંભાળ્યા બાદ પણ તેમણે વિપક્ષનો વિરોધ સહન કરવો પડ્યો છે. એટલું જ નહીં સેક્સુઅલ ઓરિએંટેશન, લિંગ આધારિત તથા વંશીય ટિપ્પણીને લઈ પણ તેઓ ચર્ચામાં રહ્યા છે.

આ ઉપરાંત જેયર બોલસોનારો 1964થી 1985 દરમિયાન બ્રાઝીલમાં મિલિટ્રી શાસનની પ્રશંસા કરવાને લઈ પણ ઘણા ચર્ચામાં રહ્યા હતા. બોલસોનારો રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા પહેલા બ્રાઝીલ કોંગ્રેસના નીચલા ગૃહમાં ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ તરીતે સાત વર્ષ સુધી સેવા આપી ચુક્યા છે.

2019માં ભારતીયોને આપી હતી મોટી ભેટ

ભારતની સાથે બ્રાઝીલના ઘણા સારા સંબંધ છે. જેયર બોલસોનારોની સરકારે 2019માં ભારતીય નાગરિકોને મોટી ભેટ આપતાં બ્રાઝીલ ફરવા આવતાં ભારતીયો માટે વિઝાની જરૂરિયાત ખતમ કરી દીધી હતી.

ભારતમાં પ્રજાસત્તાક પર્વ પર હોય છે જાણીતી વ્યક્તિ અતિથિ

ભારતમાં દર વર્ષે ગણતંત્ર દિવસના મોકા પર કોઈ જાણીતી વ્યકિતને અતિથિ તરીકે નિમંત્રણ આપવામાં આવે છે. કયા દેશના મુખ્ય મહેમાન હશે તેનો નિર્ણય વિદેશ મંત્રાલય વિવિધ બાબતોને ધ્યાનમાં રાખી કરે છે. તેમાં સૌથી ખાસ વાત જે તે દેશનો ભારત સાથે સંબંધ હોય છે. કોઈપણ દેશને નિમંત્રણ આપતાં પહેલા પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિની સહમતિ લેવાની હોય છે.

પ્રજાસત્તાક દિવસઃ દિલ્હીમાં 22 હજાર પોલીસ જવાન તૈનાત, ડ્રોનથી રહેશે તમામ ગતિવિધિ પર નજર

INDvNZ: બીજી T-20 પહેલા ન્યૂઝીલેન્ડના આ બોલરે કર્યો હુંકાર, કહ્યું- ભારત સામે.......

ચાલુ મેચ દરમિયાન ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટરે ગુમાવ્યો પિત્તો, ફેન્સને આપી ગાળ, જાણો વિગતે