Umesh Pal Murder Case :શાઇસ્તા તેના પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે અતીકના વફાદાર ઝફરના ઘરે રોકાઈ હતી. ઝફરનો પુત્ર અતીન લખનૌમાં તેની સાથે રહેતા માફિયા અતીકના પુત્ર અસદનો મિત્ર હતો.


માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદના મૃત્યુ બાદ પોલીસ એ વિચારીને સતર્ક થઈ ગઈ હતી કે અતીકની પત્ની શાઈસ્તા તેના પતિને  વિદાય આપવા ચોક્કસ આવશે. જોકે પોલીસને શાઈસ્તાના આગમન વિશે કોઈ માહિતી મળી ન હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે, શાઈસ્તાએ તેના પતિ અને સાળાને અંતિમ શ્રદ્ધાંજલિ પણ આપી ન હતી, પરંતુ હવે અહેવાલ છે કે શાઈસ્તા પરવીન ગુપ્ત રીતે તેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આવી હતી.


ઉમેશ પાલ મર્ડર કેસની આરોપી શાઈસ્તા પરવીન તેના પતિ અને દિયરનાઅંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પ્રયાગરાજમાં હતી. મળતી માહિતી મુજબ, શાઇસ્તા ખુલદાબાદમાં અતીકના વફાદાર ઝફરુલ્લાહના ઘરે રહેતી હતી. આ દરમિયાન શાઇસ્તાની સાથે પાંચ લાખનું ઇનામી સાબીર પણ હાજર હતો. શાઈસ્તા તેના પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પ્રયાગરાજમાં જ રોકાઈ હતી, પરંતુ પોલીસને તેના વિશે કોઈ સુરાગ પણ ન મળ્યો અને બધાને લાગ્યું કે શાઈસ્તા પ્રયાગરાજ પહોંચી નથી.


શાઇસ્તા અતિકના વફાદારના ઘરે રોકાઈ


પોલીસ પૂછપરછ દરમિયાન અતીકના વફાદાર ઝફરના પુત્ર અતીન ઝફરે આ રહસ્યનો ખુલાસો કર્યો છે. અતિન માફિયાના પુત્ર અસદનો મિત્ર હતો અને તેની સાથે લખનૌમાં રહેતો હતો. ઉમેશ પાલ મર્ડર કેસ બાદ તે પણ પ્રયાગરાજથી ભાગી ગયો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું કે શાઇસ્તા અને સાબીર 15 એપ્રિલે તેના ખુલદાબાદના ઘરે આવ્યા હતા.


પ્રયાગરાજ પોલીસે ઉમેશ પાલના હત્યારાઓને આશ્રય આપવાના કેસમાં અસદના મિત્ર અતિનની ધરપકડ કરી છે. અતિને અસદનો બીજો આઈફોન પોલીસને રિકવર કર્યો છે. જણાવી દઈએ કે અતિનના પિતા ઝફર પહેલાથી જ લખનૌ જેલમાં બંધ છે.


Wrestlers Protest: પહેલવાનના આખરે લેવાયા નિવેદન,જાણો ખેલાડીઓએ શું કહી આપવિતી


Wrestlers Protest in Delhi: છેલ્લા 14 દિવસથી જંતર-મંતર પર પહેલવાનો  દ્વારા ચાલી રહેલા વિરોધ વચ્ચે દિલ્હી પોલીસે આજે 7 ફરિયાદીઓના નિવેદનો નોંધ્યા છે. ટૂંક સમયમાં બ્રિજભૂષણ શરણ સિંહનું નિવેદન નોંધવામાં આવશે.


પહેલવાનની છેડતીના મામલામાં કાર્યવાહી કરતી વખતે દિલ્હી પોલીસે શનિવારે તમામ 7 ફરિયાદી કુસ્તીબાજોના નિવેદનો નોંધ્યા છે. આ નિવેદનો નવી દિલ્હી જિલ્લામાં તેમના વકીલની હાજરીમાં નોંધવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન ફરિયાદીઓએ અલગ-અલગ ઘટનાઓ વિશે જણાવ્યું, પરંતુ કોઈ પણ કુસ્તીબાજને છેડતીની તારીખ યાદ નથી.જો કે દરેક ખેલાડીએ  પોલીસનું કહેવું છે કે હવે ટૂંક સમયમાં જ WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંહનું નિવેદન નોંધવામાં આવશે.


આ પહેલા ગુરુવારે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીના જંતર મંતર પર બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને કહ્યું હતું કે સરકારે ખેલાડીઓની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. હવે તેઓને વિનંતી છે કે નિષ્પક્ષ તપાસ થવા દે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.  તેમણે કહ્યું કે સરકારે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેલાડીઓની તમામ વાજબી માંગણીઓ સ્વીકારી લીધી છે. દિલ્હી પોલીસ નિષ્પક્ષ તપાસ કરી રહી છે. દોષિતો સામે કાર્યવાહી કરશે, તેથી કુસ્તીબાજોએ ઘરમા  સમાપ્ત કરી ગેવા  જોઈએ.


એક સમિતિની રચના કરવામાં આવી છે