છેલ્લા 60 વર્ષથી ગુફામાં રહેતા 83 વર્ષના સંત સ્વામી શંકર દાસ, એક કરોડની રાશિ કઇ રીતે જમા થઇ. તે સવાલ થવો સ્વાભાવિક છે. આ સમાચાર મળતા જ લોકો તેમને મળવા ગુફામાં પહોંચી રહ્યાં છે.
કઇ રીતે મળી આટલી મોટી ધનરાશિ?
બાબાએ આ ધનરાશિ મુદ્દે ખુલાસો કરતા જણાવ્યું છે કે, તેમને આ ધનરાશિ તેમના અનુયાયી દ્રારા ચઢાવવા રૂપે મળી હતી. સાધુ શંકર દાસે એવો પણ દાવો કર્યો છે કે, તેમણે તત્કાલીન વડાપ્રધાન નરસિંમ્હા રાવને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે, તે માત્ર ત્રણ દિવસમાં જ રામમંદિરના નિર્માણ માટે સમાધાન કરાવી શકે છે.
સીબીઆઈની ટીમ પહોંચી ગુફામાં
બાબાએ જણાવ્યું કે, જ્યારે હું એક કરોડનો ચેક લઇને એસબીઆઈની બેન્ક પહોંચ્યો તો લોકો દંગ રહી ગયા હતા. તમામ કર્મચારીએ પહેલા તો ચેકની તપાસ કરી ત્યારબાદ જ ચેક સ્વીકાર્યો. બાબાએ કહ્યું કે, ‘પૂછપરછ માટે સીબીઆઇની ટીમ પણ આવી ચૂકી છે.
જો કે શંકરદાસ ડાયરેક્ટ જ રકમ જમા ન કરાવી શકતા ઋષિકેશના સંઘના પ્રમુખ સુદામા સિંઘલ સીબીઆઇની મેઇન બ્રાન્ચ પહોંચ્યા અને તેમણે રામમંદિરના નિર્માણના દાનની રસીદ બાબા શંકર દાસને સોંપી. બેન્કે રામમંદિર નિર્માણ ટ્રસ્ટના અકાઉન્ટમાં આ રકમ જમા કરી દીધી છે.