Shankaracharya Swami Avimukteshwaranand: ઉત્તરાખંડ સ્થિત જ્યોતિષ પીઠ (જ્યોતિર્મઠ)ના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. મંગળવારે (17 સપ્ટેમ્બર) તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે મોટી વાત કહી છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદીના જન્મદિવસ વિશે કહ્યું કે અંગ્રેજી તારીખથી જે કોઈ વ્યક્તિ પોતાનો જન્મદિવસ ઉજવે છે, અમે તેને હિન્દુ નથી માનતા, કારણ કે, હિન્દુઓના દેવી દેવતાઓની અંગ્રેજી તારીખથી જન્મતિથિ નથી બનાવવામાં આવતી.


ન્યૂઝ તકને આપેલા ઇન્ટરવ્યૂમાં (જ્યોતિર્મઠ)ના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, 'અંગ્રેજોની તારીખથી જે કોઈ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, કાં તો તેમની માતા અંગ્રેજ હશે અથવા તો પિતા અંગ્રેજ હશે. એટલે અમે અંગ્રેજી તારીખથી ઉજવનારા લોકોને ન તો શુભેચ્છાઓ આપીએ છીએ અને ન તો કોઈ ચર્ચા કરીએ છીએ.’


PM મોદી ગૌ હત્યા પર કેમ નથી લગાવતા રોક?


ગૌ હત્યા પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, 'અમારે ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક જ સવાલ પૂછવો છે, "તમે હિન્દુ છો..તમારી પાસે તાકાત છે અને તમે ગાદી પર બેઠા છો. તમે હિન્દુઓના મત લીધા છે. તમે ગાયના વાછરડાને વહાલ કરતા પણ દેખાઈ રહ્યા છો. છતાં શું કારણ છે કે PM ગૌ હત્યાને બંધ નથી કરાવતા. શું દબાણ છે તે જાહેર કરો. અથવા તો હિન્દુ હિન્દુ વાળા નાટક છોડો."


ગૌ હત્યા મામલે કેમ વિલંબ કરી રહી છે મોદી સરકાર?


સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે BJP છેલ્લા 16 વર્ષથી દેશની સત્તા પર છે, જેમાં પૂર્વ PM અટલ બિહારી વાજપેયીનો કાર્યકાળ પણ સામેલ છે. તો શું કારણ છે કે ગૌ હત્યા મામલે વિલંબ કરી રહ્યા છો. હું PM મોદીને પૂછવા માગું છું અને આનો જવાબ વડાપ્રધાને હિન્દુ જનતા સમક્ષ આપવો જોઈએ.


રાહુલ ગાંધીની જાતિ ગણતરીની માંગ પર શું બોલ્યા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ?


ઇન્ટરવ્યૂ દરમિયાન રાહુલ ગાંધીની જાતિ ગણતરીની માંગ પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, 'દેશમાં જાતિ ગણતરી થવી અને ન થવી બંને જ નકામી વાતો છે, પરંતુ, જાતિ ગણતરી થવી જોઈએ, પણ તેનું રાજકીયકરણ ન થવું જોઈએ.


આ પણ વાંચોઃ


પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી