મીડિયા રિપોર્ટ પ્રમાણે, અજીત પવાર અને અનસીપીના શરદ પવાર વચ્ચે સોફિટેલ હોટલમાં મુલાકાત થઈ હતીય જોકે આ પહેલા પ્રફુલ પટેલ, છછગન ભૂજબળ અને સુપ્રિયા સુલેએ મુલાકાત કરી હતી. તે દરમિયાન અજીત પવારને મનાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતાં. જ્યારે શરદ પવારના પત્નીએ અજીત પવારને એનસીપીમાં પરત આવવા માટે અપીલ કરી હતી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
સુપ્રીમ કોર્ટે 27 નવેમ્બરે સાંજના 5 વાગ્યા સુધી મહારાષ્ટ્ર મામલે ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે ટ્વીટ કરી કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતું અને લખ્યું હતું કે, લોકતાંત્રિક મૂલ્યો અને સંવૈધાનિક સિદ્ધાંતોને જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટનો હું આભારી છું. આ ખુબ જ ખુશીના સમાચાર છે કે, મહારાષ્ટ્રનો નિર્ણય સંવિધાન દિવસે આવ્યો.