મુંબઈઃ મુંબઈની હયાત હોટલમાં ધારાસભ્યોની પરેડમાં એનસીપી પ્રમુખ શરદ પવારે પોતાના ભત્રીજા અજિત પવાર પર કાર્રવાઈની વાત કહી છે. તેમમે કહ્યું કે, અજિત પવાર વિરૂદ્ધ કાર્રવાઈ કરશે, તે કોઈપણ નિર્ણય લઈ નહીં શકે. સાથે જ તેમણે કહ્યું કે, હવે ત્રણે પક્ષ (શિવસેના, કોંગ્રેસ અને એનસીપીસી) સાથે મળીને કોઈપણ નિર્ણય લેશે. એટલું જ નહીં, શરદ પવારે કહ્યું કે, વ્હિપ ન માનનાર વિરૂદ્ધ પણ કાર્રવાઈ થશે.

હોટલ હયાતમાં બેઠકમાં શરદ પવારે તમામ ધારાસભ્યોને સંબોધન કરતી વખતે બળવાખોર બનેલા પોતાના ભત્રીજા અજિત પવારને પણ બરાબર આડેહાથ લેતા કહ્યું કે, અજિત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવી દેવામાં આવ્યાં છે. હવે તેઓ કોઈ જ નિર્ણય લઈ શકે તેમ નહીં. તેમણે ભાજપને પણ બરાબર સંભળાવ્યું. તેમણે કહ્યું હતું કે, ફ્લોર ટેસ્ટના દિવસે અમારા 162 કરતા વધુ ધારાસભ્યો હશે, આ ગોવા નથી મહારાષ્ટ્ર છે.


અજિત પવારને લઈને આકરો મિજાજ દાખવતા શરદ પવારે કહ્યું હતું કે, ભાજપ સાથે સરકાર બનાવવાનો અજિત પવારનો નિર્ણય પાર્ટીનો નિર્ણય નથી. તેમની સાથે જે કોઈ નેતાઓ ગયા હતાં તેમને ભ્રમિત કરીને લઈ જવાયા હતાં. હવે અજિત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવી દેવાયા છે. કોઈ પણ પાર્ટી વિરુદ્ધ જશે નહીં. અજિત પવાર સાથે કોઈ જશે નહીં, આ વાતની જવાબદારી મારી છે. શરદ પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, વ્હિપ ના માનનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

શરદ પવારે વધુમાં કહ્યું કે જે દિવસે ફ્લોર ટેસ્ટ થશે તે દિવસે 162થી વધુ ધારાસભ્યો અમારી સાથે હશે. જે લોકો અનૈતિક રીતે સરકારમાં આવ્યાં છે, તેમને સત્તામાંથી હટાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ અમારા ધારાસભ્યો તૈયાર રહેશે. શરદ પવારે ભાજપ પર હુમલો કરતા કહ્યું કે આ ગોવા નથી, આ મહારાષ્ટ્ર છે.