મુંબઇઃ એક્ટ્રેસ કંગના રનૌતની ઓફિસ પર બીએમસીની કાર્યવાહીને લઇને વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વચ્ચે એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે, બીએમસીએ કાર્યવાહી કરી છે તેમાં રાજ્ય સરકારની કોઇ ભૂમિકા નથી. બીએમસીએ પોતાના નિયમો અને અધિનિયમોનું પાલન કર્યું છે.



આ અગાઉ એવા રિપોર્ટ આવ્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એનસીપી વડા શરદ પવારે બીએમસીની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી હતી. શિવસેનાના કબજામાં રહેલી બીએમસીએ બુધવારે કંગનાની ઓફિસમાં કથિત ગેરકાયદેસર નિર્માણ તોડી પાડ્યું હતું. જોકે, બાદમાં કોર્ટે બીએમસીની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. કંગનાના વકીલે દાવો કર્યો હતો કે બીએમસીની કાર્યવાહીથી કંગનાને લગભગ બે કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. બીએમસીની કાર્યવાહીનો કેસ હાલમાં કોર્ટમાં છે.