નવી દિલ્હીઃ ભારતે આજે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના પીએમ મોદીને લઈને આપવામાં આવેલ નિવેદન પર જબડાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે, જો માનવાધિકારોની વિરૂદ્ધ ખુલ્લેઆમ થઈ રહેલા ઉલ્લંઘનનોની વિરૂદ્ધ અવાજ ઉઠાવવો અને લોકોના અધિકારીના હિતમાં બોલવું ખોટું છે તો ભારત આમ કરતું રહેશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું કે, જો માનવાધિકારોનું આમ ખુલ્લેઆમ કરવામાં આવતા ઉલ્લંઘનો વિરૂદ્ધ અવાજ ઉઠાવવો અનેલોકોના અધિકારોના હિતમાં બોલવું ખોટું છે તો ભારત આમ કરતું રહેશે.

વિકાસ સ્વરૂપે એ પણ કહ્યું કે, સૌથી મોટું ઉલ્લંઘન તો પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદને પ્રોત્સાહન આપીને કરે છે. સારું રહેશે કે પાકિસ્તાન આ આંગે કોઈ નક્કર પગલા લે. નવાઝે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ વાનકી મૂનને બીજી વખત પત્ર લખેલ ત્રમાં પીએમ મોદી ર નિશાન સાધ્યું હતું. શરીફે લખ્યું છે કે પ્રધાનમંત્રી મોદી દ્વારા પાક અધિકૃત કાશ્મીર અને બલુચિસ્તાન પર આપવામાં આવેલ નિવેદન ખોટું છે અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરની વિરૂદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, શરીફે બાન કી મૂનને લખેલ પત્રમાં એક વખત ફરી સંયુક્ત રાષ્ટ્રને કાશ્મીર મામલે દખલ કરવાની અપલી કરી છે અને એ પણ કહ્યું છે કે, આઝાદ જમ્મુ અને કાશ્મીરની તુલના ભારતના કાશ્મીરની હાલની સ્થિતિ સાથે ન કરી શકાય. વિદેશ મંત્રાલયે તેના પર વિરોધ દર્શાવતા કહ્યું છે કે, તેને જેટલા પત્ર લાખવા હોય તેટલા પત્ર લખે પરંતુ તેનાથી સત્ય નહીં બદલાય.

વારંવાર પાસિસ્તાન નાપાક કરતુતોના કારણે વિશ્વમમાં માર ખાય છે છતાં પણ તે સુધરતું નથી. નવાઝ શરીફે પોતાની ખરાબ ઈરાદાથી વિશ્વમાં પાકિસ્તાને શરમમાં મુકી દીધું છે. નામ

કાશ્મીર પર પોતાના ખરાદા ઈરાદાના પૂરાવા નવાઝ શરીફ સતત આપ્યા કરે છે. થોડા દિવસ પહેલા કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા માટે નવાઝ શરીપે પોતાના 22 સાંસદોની ટીમ બનાવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે 22 સાંસદોને વિશેષ દૂત તરીકે નોમિનેટ કર્યા, જેને આ વિષય ઉઠાવવા માટે જુદા જુદા દેશોની રાજધાનિઓમાં મોકલવામાં આવશે.