Ashneer Grover Father Death: પ્રખ્યાત બિઝનેસ શો 'શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન-1'ના જજ અશ્નીર ગ્રોવર માટે દુ:ખદ સમાચાર આવ્યા છે. 'ભારત પે' એપના સહ-સ્થાપક અશ્નીર ગ્રોવરના પિતા અશોક ગ્રોવર હવે આ દુનિયામાં નથી રહ્યાં. અશ્નીર ગ્રોવરે પોતે જ સોશિયલ મીડિયા પર પિતાના મૃત્યુની માહિતી આપી હતી. આ સાથે અશ્નીર ગ્રોવરે તેમના પિતાની યાદમાં એક ઈમોશનલ નોટ પણ લખી છે.








અશ્નીર ગ્રોવરના પિતાનું અવસાન

આજે બુધવારે અશ્નીર ગ્રોવરે તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પિતા અશોક ગ્રોવરના મૃત્યુની જાણકારી આપી હતી. અશ્નીર ગ્રોવરે આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેમના પિતાની તસવીર સામેલ કરી છે. સાથે જ આ ફોટોના કેપ્શનમાં અશ્નીર ગ્રોવરે લખ્યું છે- 'બાય પાપા, હું તમને ખૂબ પ્રેમ કરું છું, સ્વર્ગમાં પાપાજી, મોટી મમ્મી, નાનાજી અને નાનીજીનું ધ્યાન રાખજો.' અશ્નીરના પિતાએ મંગળવાર 28 માર્ચ, 2023ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

આ રીતે અશ્નીર ગ્રોવરે તેના પિતાના મૃત્યુની માહિતી આપતાં પોતાના દિલની વાત કરી હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકો અશ્નીરના પિતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જ્યારે ઘણા લોકો અશ્નીર ગ્રોવરને દુઃખની આ ઘડીમાં મજબૂત રહેવા અને દુ:ખ વહેંચવા માટે પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કે આ પોસ્ટમાં અશ્નીર ગ્રોવરે એ નથી જણાવ્યું કે તેમના પિતા અશોક ગ્રોવરનું મોત કેવી રીતે થયું.

અશ્નીર ગ્રોવર કોઈ ઓળખના મહોતાજ નહીં

ટીવીના ફેમસ બિઝનેસ શો 'શાર્ક ટેન્ક ઈન્ડિયા'માં જો કોઈ જજની સૌથી વધુ પ્રશંસા કરવામાં આવી હતી અને લોકોએ જેને ખૂબ પસંદ કર્યો હતો. તો તે અન્ય કોઈ નહીં પણ અશ્નીર ગ્રોવર હતા. જોકે, અશ્નીર ગ્રોવરને 'શાર્ક ટેન્ક ઈન્ડિયાની સીઝન 2'માં સામેલ કરવામાં આવ્યા નહોતા. પરંતુ અશ્નીરે પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે. આ જ કારણ છે કે, અશ્નીર ગ્રોવર કોઈનીયે ઓળખના મહોતાજ નથી.


અશ્નીર ગ્રોવર ફરી મુશ્કેલીમાં,  BharatPe ના ફાઉન્ડર ભાવિક કોલડિયાએ નોંધાવ્યો કેસ, જાણો કારણ

ભારતપેના ભૂતપૂર્વ સહ-સ્થાપક અને શાર્ક ટેન્કના પૂર્વ જજ અશ્નીર ગ્રોવરનું સતત ચર્ચામાં રહેવાનું ચાલું છે અને આ વખતે તે ફરી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. ફિનટેક યુનિકોર્ન ભારતપેના મૂળ સ્થાપક  ભાવિક કોલડિયાએ તેમના પૂર્વ ભાગીદાર અશ્નીર ગ્રોવર સામે કેસ દાખલ કર્યો છે.

આવતીકાલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે

લાઈવ મિન્ટના એક સમાચાર અનુસાર, ભાવિક કોલડિયા દ્વારા અશ્નીર ગ્રોવર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસમાં તેણે પોતાની કંપનીના શેર પર દાવો કર્યો છે અને આ મામલે આવતીકાલે એટલે કે 18 જાન્યુઆરીએ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે. જો કે, એવા સમાચાર છે કે આવતીકાલે આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ પ્રતીક જાલાન સમક્ષ સુનાવણી માટે લિસ્ટેડ છે.