Congress President Election: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી(Congress President Election)માં મતદાન કરતા પહેલા શશિ થરૂરે પ્રતિનિધિઓને છેલ્લી અપીલ કરી છે. તેમણે કહ્યું, "પાર્ટીનો દરેક કાર્યકર અને આ દેશનો દરેક નાગરિક તમારા જવાબની રાહ જોઈ રહ્યો છે. પાર્ટીના અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરે કહ્યું, "હું પાર્ટીમાં વિકેન્દ્રીકરણ, આધુનિકીકરણ અને તેને વધુ સમાવિષ્ટ બનાવવાનું સપનું જોઉં છું. હું ખૂબ જ આશાવાદી છું. કારણ કે હું માનું છું કે કોંગ્રેસ પાર્ટીનું મૂળ હિમ્મત છે. કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર હિંમતવાન છે."
"કોંગ્રેસે પહેલા પણ પરિવર્તન સ્વીકાર્યું છે"
શશિ થરૂરે કહ્યું કે હું જોઈ રહ્યો છું કે કોંગ્રેસ પાર્ટીએ જ્યારે પણ સમય અને પરિસ્થિતિની માંગ કરી ત્યારે પરિવર્તન અપનાવ્યું. તેમણે કહ્યું કે વર્ષ 1991માં અમે નવી આર્થિક વ્યવસ્થા અપનાવી હતી, 60 અને 70ના દાયકામાં અમે હરિયાળી ક્રાંતિ અપનાવી હતી અને 1984માં મુશ્કેલ સંજોગોમાં અમારા પક્ષના એક મોટા નેતાને ગુમાવ્યા બાદ, અમે રાજીવ ગાંધીના રુપમાં લાવવામાં આવેલા એક પેઢીગત પરિવર્તનને અપનાવ્યું હતું. ઘણાને લાગ્યું હશે કે આ દરેક ઘટનામાં પરીવર્તનના કારણે જ પક્ષ મજબૂત બની રહ્યો છે.
"તમારા અંતરાત્માને સાંભળીને પરિવર્તન માટે મત આપો"
કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરે કહ્યું કે આવતીકાલે (17 ઓક્ટોબર) જ્યારે તમે ગુપ્ત મતદાન માટે તે બૂથ પર ઉભા થાવ તો એ જ હિંમત બતાવીને અને તમારા અંતરાત્માની વાત સાંભળીને પરિવર્તન માટે મત આપો. તેમણે વધુમાં કહ્યું કે હું આશા રાખું છું કે તમે માત્ર તમારા મતનો જ નહીં પરંતુ તમારા હિંમતના વારસાનો પણ ઉપયોગ કરશો. હું આશા રાખું છું કે તમે બધા આ ધર્મને સારી રીતે નિભાવશો. જય હિન્દ, જય કોંગ્રેસ.
સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ માટે મતદાન થશે
જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે શશિ થરૂરની ચૂંટણીની હરીફાઈ મલ્લિકાર્જુન ખડગે સાથે છે, જેના માટે આવતીકાલે (17 ઓક્ટોબર) મતદાન થશે. આ દરમિયાન, પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ (પીસીસી) ના 9,000 થી વધુ પ્રતિનિધિઓ ગુપ્ત મતદાન દ્વારા પક્ષના નવા અધ્યક્ષની પસંદગી કરશે. સમગ્ર દેશમાં 65 થી વધુ કેન્દ્રો પર મતદાન યોજાશે. તે જ સમયે, કોંગ્રેસમાં 24 વર્ષ પછી, નેહરુ-ગાંધી પરિવારની બહારની કોઈ વ્યક્તિ અધ્યક્ષ બનશે.