Shashi Tharoor News: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો (Gujarat Assembly Election Results 2022) હવે લગભગ સામે આવી ગયા છે. ગુજરાતમાં ભાજપ જંગી બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. ભાજપે પોતાનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે,  2002માં તેણે 127 બેઠકો જીતી હતી.  આ ચૂંટણીમાં કોંગ્રેસની હાલત ખરાબ રહી છે. કોંગ્રેસ માત્ર 16 બેઠકો સુધી સીમિત જણાય છે. કૉંગ્રેસ સાંસદ શશિ થરૂરની પ્રતિક્રિયા સામે આવી છે.


શશિ થરૂરે(Shashi Tharoor) ગુજરાતમાં કોંગ્રેસના અત્યાર સુધીના સૌથી ખરાબ પ્રદર્શન અંગે એનડીટીવીને કહ્યું, "હું ન તો ગુજરાતમાં પ્રચાર કરનાર વ્યક્તિ છું અને ન તો હું એ લોકોની યાદીમાં નથી, જેમની પાસેથી પ્રચાર કરવાની અપેક્ષા હતી." એટલે જમીન પર નહી હોવાના કારણે આપને જવાબ આપવા માટે મુશ્કેલ છે "


થરૂરનું નામ સ્ટાર પ્રચારકોમાં નહોતું


ઉલ્લેખનીય છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં શશિ થરૂરનું નામ સામેલ નહોતું. તે જ સમયે, એવું પણ માનવામાં આવતું હતું કે મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાને કારણે પાર્ટીનો એક વર્ગ તેમનાથી ખૂબ નારાજ હતો, તેથી તેમને ગુજરાત અને હિમાચલની ચૂંટણીમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી ન હતી.


આમ આદમી પાર્ટીએ વોટ તોડવાનું કામ કર્યું'


થરૂરે ચૂંટણી પરિણામો પર કહ્યું, "આ આશ્ચર્યજનક છે કારણ કે એવું લાગે છે કે હિમાચલમાં અમારા માટે અને ભાજપની વિરુદ્ધ  કામ કર્યું છે, જ્યારે ગુજરાતમાં એવું નથી." તેમણે વધુમાં કહ્યું કે, "આમ આદમી પાર્ટીએ પણ અમુક રીતે વોટ છીનવવાની ભૂમિકા ભજવી છે." જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલની પાર્ટી ગુજરાતમાં લગભગ 5 વિધાનસભા સીટો પર આગળ છે.


ગુજરાતમાં શું સ્થિતિ છે?


ગુજરાતમાં ભાજપ 158 બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ માત્ર 16 બેઠકો પર સીમિત જણાય છે. તે જ સમયે, આમ આદમી પાર્ટી પાંચ સીટો પર આગળ ચાલી રહી છે. ગુજરાતમાં ત્રણ બેઠકો અન્યના ફાળે જાય તેવું લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ વખતે ભાજપનો વોટ શેર ઘણો વધી ગયો છે. ભાજપને 52 ટકા, કોંગ્રેસને 27 અને AAPને 12 ટકા વોટ શેર સાથે ત્રીજા નંબરે છે.