જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઇફલ્સના શહીદ જવાન ઔરંગઝેબ અને મેજર આદિત્ય કુમારને શૌર્ય ચક્ર સન્માનિત કરવામાં આવશે. સાથે વિરતા માટે બે પોલીસકર્મીઓ રાષ્ટ્રપતિ પદક(પીપીએમજી)થી સન્માનિત કરવામાં આવશે
આ વર્ષે રાજ્ય પોલીસ અને અર્ધસૈનિક દળોના મળીને કુલ 972 મેડલ પણ આપવામાં આવશે. સીઆરપીએફના 89 જવાનોને પોલીસ પદક (પીએમજી) એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી. વીરતા માટે 177 પોલીસ વીરતા પદક (પીએમજી) આપવામાં આવશે. સીઆરપીએફ બાદ જમ્મુ-કાશ્મીર સૌથી વધુ 37 મેડલની મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે 15 જૂને ઈદ ઉજવવા ઘરે જઈ રહેલા સેનાના જવાન ઔરંગઝેબને આતંકીઓએ અપહરણ કરીને તેમની હત્યા કરી દીધી. તેઓ 44 રાષ્ટ્રીય રાઇફલની સાથે શોપિયાંના શાદીમર્ગમાં તહેનાત હતા. જ્યારે 10 ગઢવાલ રાઇફલ્સના મેજર આદિત્ય કુમાર, જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં થયેલા ફાયરિંગ બાદ ચર્ચામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણ નાગરિકોના મોત થયા હતા અને જમ્મુ કાશ્મીર પોલીસ તરફથી મેજર આદિત્યની સાથે તેમની યૂનિટને આરોપી ગણવામાં આવ્યા હતા. 30 જુલાઈએ સુપ્રીમ કોર્ટે મેજર આદિત્ય વિરુદ્ધ ચાલી રહેલી તમામ તપાસ પર રોક લગાવી દીધી હતી.