લખનઉ: દેશભરમાં ગૌમાતાને લઈને રાજનીતિ થઈ રહી છે. દરેક પક્ષ ગાયને લઈને એક બીજા પર પ્રહારો કરી રહ્યા છે. કહેવાતા ગૌરક્ષકો દ્ધારા લોકોને માર-પીટ કરવા બદલ તમામ વિપક્ષીઓ ગૌસેવાને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ને આડે હાથ લઈ રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર શીલા દીક્ષિતે ગાયની પુજા અને તેની સેવાને લઈને ભાજપા પર નિશાન સાંધ્યું છે. લખનઉમાં રવિવારે શીલા દીક્ષિતે કહ્યું કે, બીજેપીવાળા પુજા તો ‘ગૌ’ની કરે છે, પરંતુ તેની રક્ષા કરતા નથી. સાથે તેમને કહ્યું કે, ગૌ-રક્ષા અમારી પ્રાથમિકતાઓમાંથી એક છે.
શીલા દીક્ષિતનું કહેવું છે કે, ગૌશાળાઓને એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં ગાયોને સૌથી સુરક્ષિત રાખી શકાય..