Shibu Soren Last Rites:ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જેએમએમના સ્થાપક શિબુ સોરેનના અંતિમ સંસ્કાર આજે મંગળવારે (5 ઓગસ્ટ) તેમના વતન ગામમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. 81 વર્ષીય 'દિશોમ ગુરુ'નું 4 ઓગસ્ટના રોજ સવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા અને તાજેતરમાં તેમને સ્ટ્રોક આવ્યો હતો.

Continues below advertisement

સોમવારે (4 ઓગસ્ટ) સાંજે તેમના પાર્થિવ શરીરને દિલ્હીથી રાંચી લાવવામાં આવ્યું હતું. જ્યાં સામાન્ય લોકો અને નેતાઓએ મોડી રાત સુધી શ્રદ્ધાંજલિ આપી હતી. આજે સવારે 9 વાગ્યે, તેમના પાર્થિવ શરીરને રાંચીના વિધાનસભા પરિસરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું. બપોરે 3 વાગ્યે રાજકિય  સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

અંતિમ સંસ્કારમાં કોણ હાજરી આપશે?

Continues below advertisement

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, ધારાસભ્ય કલ્પના સોરેન, ભૂતપૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસ, ચંપાઈ સોરેન, બાબુલાલ મરાંડી અને અન્ય અગ્રણી નેતાઓએ અંતિમ સંસ્કારમાં શ્રદ્ધાંજલિ આપી છે. આ નેતાઓ પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકે છે. પૂર્ણિયાથી લોકસભા સાંસદ પપ્પુ યાદવ પણ રાંચી પહોંચ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ અંતિમ સંસ્કારમાં જોડાવા માટે રાંચી પહોંચી રહ્યા છે. બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ રાંચી જવા રવાના થયા છે. આ ઉપરાંત, ટીએમસી સાંસદ શતાબ્દી રોય અને ડેરેક ઓ'બ્રાયન રાંચી પહોંચ્યા છે.

શિબુ સોરેનના અંતિમ સંસ્કાર ક્યાં કરવામાં આવશે?

શિબુ સોરેનના અંતિમ સંસ્કાર રામગઢ જિલ્લાના નેમરા ગામમાં કરવામાં આવશે, જેના માટે વહીવટીતંત્રે વ્યાપક તૈયારીઓ કરી છે. ડેપ્યુટી કમિશનર અને એસપી સહિતના વહીવટી અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અંતિમ સંસ્કાર સ્થળે ટ્રાફિક અને સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે ઘણા રાજ્યોના રાજકીય હસ્તીઓ આવવાની સંભાવના છે.

ત્રણ દિવસનો રાજ્ય શોક

ઝારખંડમાં શોકનું મોજું છવાઇ ગયું  છે. રાજ્ય સરકારે 6 ઓગસ્ટ સુધી ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. રાજ્યની મોટાભાગની શાળાઓ આજે બંધ છે અને ઘણી જગ્યાએ વિશેષ પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિબુ સોરેન ઝારખંડના રાજકારણનો પર્યાય બની ગયા હતા તેઓ 'દિશોમ ગુરુ' તરીકે જાણીતા હતા અને આદિવાસી અધિકારો અને આદિવાસી ગૌરવ માટે લાંબી લડાઈ લડી હતી. તેઓ 38 વર્ષ સુધી જેએમએમના નેતા હતા અને ગરીબો અને આદિવાસીઓના અવાજ તરીકે જાણીતા હતા.