IMD Alert:દેશભરમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. ઓગસ્ટ મહિનાના વરસાદે ઘણા રાજ્યોમાં હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ પણ આજે (5 ઓગસ્ટ, 2025) ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ સુધી દિલ્હીમાં વરસાદની શક્યતા છે. તમિલનાડુ અને કેરળમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશના 12 રાજ્યોમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશમાં વરસાદ અને પૂરના કારણે મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યના 21 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત છે અને લખનૌમાં પણ સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. જોકે, એવો અંદાજ છે કે, 6 ઓગસ્ટથી વરસાદ ઓછો થશે. આ પછી, રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ મંગળવારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર  કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનથી છ લોકોના મોત થયા ..રાજસ્થાનમાં પણ પૂરની સ્થિતિ છે. .આજે 12 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું   છે.રાજસ્થાનમાં ચોમાસાની ધીમી ગતિને કારણે ગરમી ફરી વધી રહી છે. સોમવારે રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, પરંતુ કેટલીક જગ્યાએ હળવો ઝરમર વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ કોટા જિલ્લાના દિગોદ વિસ્તારમાં નોંધાયો હતો, જ્યાં 25 મીમી વરસાદ પડ્યો હતો. ધોલપુર, કરૌલી અને રાજસમંદ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ વરસ્યો હતો..

ઉત્તરાખંડમાં નદીઓ ઉભરાઈ રહી છે

પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં વરસાદને કારણે, નદીઓ ઉભરાઈ રહી છે અને ભયના નિશાનની નજીક વહી રહી છે. બે-ત્રણ દિવસથી સતત વરસાદને કારણે જનજીવન પણ ખોરવાઈ ગયું છે. IMD એ આજે દહેરાદૂન, નૈનિતાલ, ચંપાવત, ઉધમ સિંહ નગર, બાગેશ્વર અને ટિહરી જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર  કર્યું છે. દહેરાદૂન, પૌરી, ટિહરી અને હરિદ્વારમાં આજે પણ શાળાઓ બંધ રહેશે.

ઉત્તર પૂર્વ રાજ્યોની સ્થિતિ

હવામાન વિભાગે 4 થી 9 ઓગસ્ટ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે. 4 ઓગસ્ટે ઝારખંડમાં અને 4 થી 9 ઓગસ્ટ દરમિયાન બિહારના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. 4 થી 9 ઓગસ્ટ દરમિયાન ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ પડી શકે છે.

 


Car loan Information:

Calculate Car Loan EMI