મહારાષ્ટ્રમાં સરકાર જોડાણ અંગે અસમંજસમાં છે. આ દરમિયાન શિવસેનાએ પોતાના ધારાસભ્યોને હોટલ રંગશારદાથી બીજી હોટલમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રંગશારદાની બહાર બે બસ ઊભી રાખવામાં આવી હતી, જેમાં ધારાસભ્યોને અન્ય જગ્યાએ શીફ્ટ કરવામાં આવ્યા છે. જો કે ધારાસભ્યો ક્યાં બદલાશે તે સ્પષ્ટ નથી.
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ અને એનસીપીએ મહારાષ્ટ્રમાં ધારાસભ્યોના ખરીદ-વેચાણનો આક્ષેપ લગાવ્યો છે. કૉંગ્રેસ પણ પોતાના ધારાસભ્યોને ખરીદ-વેચાણનો આરોપ લગાવી તેમને રાજસ્થાનની રાજધાની જયપુર લઈ જવાની તૈયારી કરી રહી છે. કૉંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તે કૉંગ્રેસની સાથે-સાથે શિવસેનાના ધારાસભ્યોને પણ ખરીદી રહી છે. પાર્ટીએ કહ્યું ભાજપે એક ધારાસભ્યને 50 કરોડ રૂપિયા આપવાની વાત કરી છે.
ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે કોંગ્રેસ અને એનસીપીએ ખરીદ-વેચાણના આક્ષેપો કર્યા છે. તેઓએ આ આરોપને 48 કલાકમાં સાબિત કરવો જોઇએ અથવા મહારાષ્ટ્રની જનતાની માફી માંગવી જોઈએ.