મુંબઈ: કોંગ્રેસ તરફથી રાજ્ય સભામાં જનાર નેતાઓમાં પી. ચિંદમ્બરમના નામ પર શિવસેનાએ નિશાન સાધ્યું છે. શિવસેનાએ પી. ચિંદમ્બરમ પર તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ઈશરત જહાં મામલાના વિવાદોમાં ફસાયેલા ચિંદમ્બરમને કોંગ્રેસે રાજ્યસભા માટે મહારાષ્ટ્ર પર થોપ્યા છે. આવું કરીને કોંગ્રેસે પોતે પોતાના પગ ઉપર કુહાડી મારી છે.
શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, જ્યારે ચિંદમ્બરમને તમિલનાડુમાં પગ રાખવાની જગ્યા ન મળી ત્યારે કોંગ્રેસે તેમને મહારાષ્ટ્રના માથે થોપી દીધા છે. શિવસેનાએ વધુમાં લખ્યું છે કે, આ કોંગ્રેસનો અંદરનો મામલો છે, તે રાજ્યસભાના ઉમેદવારની ટિકિટ કોણે આપે તે તેમનો પ્રશ્ન છે. કોંગ્રેસ ઈચ્છે તો સુશીલ કુમાર શિંદે અથવા અવિનાશ પાંડેનું પત્તુ કાપી શકે છે. તે પાર્ટીનો અંદરનો મામલો છે. પરંતુ કોંગ્રેસે ચિંદમ્બરમને મહારાષ્ટ્રના માથે કેમ થોંપી દીધા છે તે સમજતું નથી.
શિવસેનાએ પોતાના મુખપત્રમાં કોંગ્રેસના રાજીવ શુક્લાને પણ નિશાને સાંધતા શિવસેનાએ લખ્યું છે કે, તેના પહેલા કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. તેનાથી કોંગ્રેસને કેટલો ફાયદો થયો છે તે કોંગ્રેસ જાણે..