ફ્રાન્સ દરેક પ્રકારની સ્વંતંત્રતા મનાવવા વાળો દેશઃ શિવસેના
શિવસેનાએ સામનામાં લખ્યું- આજે ઇમેનુએલ મેક્રોની ભૂમિકાને વિવાદિત બતાવવામાં આવી રહી છે, ફ્રાન્સ દરેક પ્રકારની સ્વતંત્રતા મનાવવા વાળો દેશે છે. ભારત પર જ્યારે પણ સંકટ આવ્યુ ફ્રાન્સ હંમેશા ભારતનો સાથ આપ્યો છે. પોખરણ પરમાણુ પરીક્ષણ બાદ અમેરિકા સહિત કેટલાય દેશોએ ભારતનો વિરોધ કર્યો, પરંતુ તે સમયે પણ ફ્રાન્સ ભારતની સાથે ઉભુ રહ્યું હતુ.
દેશમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ વિરુદ્ધ થઇ રહ્યાં છે વિરોધ પ્રદર્શનો
સામનામાં લખ્યું- ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોએ આતંકવાદ વિરુદ્ધ જંગનુ એલાન કર્યુ છે, અને ભારત સરકાર ફ્રાન્સનુ સમર્થન કર્યુ છે. આ બિલકુલ ઉચિત ફેંસલો છે. શિવસેનાએ ફ્રાન્સનુ સમર્થન એવા સમયે કર્યુ છે, જ્યારે દેશમાં કેટલીય જગ્યાએ મુસ્લિમ સંગઠન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોની વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પેગમ્બર મોહમ્મદના કાર્ટૂનની અનુમતિ આપનારા કાયદાનુ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોએ સમર્થન કર્યુ હતુ, આ બાદ ફ્રાન્સ અને ભારત સહિત દુનિયાના કેટલાય મુસ્લિમ બહુમતી વાળા દેશોમાં રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રો સામે વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. પ્રદર્શનકારીઓએ ફ્રાન્સ મુરદાબાદ અને ફ્રાન્સીસી ઉત્પાદોનો બહિષ્કાર કરો જેવા નારા લગાવ્યા.