મધ્યપ્રદેશના સીહોરમાં શિવસેના નેતાના ઘરમાંથી જ સેક્સ રેકેટ પકડાયું ચે. પોલીસે સ્થળ પરથી કાર, રોકડ જપ્ત કરી છે. ચાર છોકરીઓ, ત્રણ ગ્રાહકની સાથે મહિલા મેનેજર, સંચાલિકા તથા સેક્સ રેકેટ ચલાવતી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જે મહિલાના ઘરેથી સેક્સરેક્ટ ઝડપાયું તે ખુદને સમાજસેવિકા ગણાવે છે અને શિવસેનાની ટિકિટ પરથી નગર પાલિકા અધ્યક્ષની ચૂંટણી લડી ચુકી છે.
મકાનમાંથી શું-શું મળ્યું
સીહોર બસ સ્ટેન્ડ પાસે આવેલા અનુપમા તિવારીના મકાનમાં ગોરખધંધા થતાં હોવાની મળેલી માહિતી બાદ પોલીસ ત્રાટકી હતી. પોલીસ કાર્યવાહીથી હડકંપ મચી ગયો હતો પરંતુ કોઈ ભાગી શક્યું નહોતું. પોલીસે ચાર છોકરીઓ તથા ત્રણ ગ્રાહકોને ઝડપી લીધા હતા. આ ઉપરાંત સ્થળ પરથી નશાનો સામાન પણ મળ્યો છે. તમામ કોલગર્લ્સ ભોપાલની રહેવાસી છે. જેમને ઈંદુલતા નામની મહિલા મેનેજર મકાનમાં લાવતી હતી.
શિવસેનાની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી અનુપમા તિવારી
અનુપમા તિવારીની ફેસબુક પોસ્ટમાં તેને યોગચાર્ય તરીકે પુરસ્કાર હાંસલ કરવાનો દાવો કરાયો છે. મળતી વિગત પ્રમાણે, અનુપમા 2015માં શિવસેનાના ટિકિટ પરથી નગર પાલિકા અધ્યક્ષની ચૂંટણી લડી ચુકી છે અને ખુદને સમાજસેવિકા ગણાવે છે. નહેરુ યુવા કેન્દ્ર તરફથી થોડા વર્ષ પહેલા તેને યોગાચાર્ય તરીકે સન્માનિત કરાઈ હતી.
મહિલાઓની સુરક્ષા પર અનુપમા તિવારીએ વ્યક્ત કરી હતી ચિંતા
મહિલાઓને સુરક્ષાને લઈ અનુપમાનું નિવેદન પણ સામે આવ્યું હતું. જેમાં તેણે મહિલા સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી હતી.પોલીસે તમામ સામે કેસ નોંધ્યો છે. ઘરમાંથી 28 હજાર રોકડા તથા બે કાર જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ યુવકને પોતાને ત્યાં ટ્યુશન આવતી યુવતી સાથે બંધાયા શરીર સંબંધ, ભણવાને બદલે માણતાં શરીર સુખ ને પછી......
Nawab Malik vs Sameer Wankhede: બહેન પર લાગેલા આરોપને લઈ ભડકી સમીર વાનખેડેની પત્ની, ક્હ્યું- નવાબ મલિક પર.........