Shoaib-Sania Divorce: પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. આ ક્રિકેટરના ત્રીજા લગ્ન છે. આ પહેલા તેણે ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા અને આયેશા સિદ્દીકી સાથે પણ લગ્ન કરી ચૂક્યો છે. સાનિયા અને શોએબ વચ્ચે છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી હતા પરંતુ બંનેમાંથી કોઈએ પણ આ સમાચારને સમર્થન આપ્યું ન હતું. આવી સ્થિતિમાં, જ્યારે શોએબે 20 જાન્યુઆરીએ સના સાથેના લગ્નની તસવીરો શેર કરી તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા.


 






શોએબ મલિક અને સના જાવેદના નિકાહ સમારોહની તસવીરો સામે આવ્યા બાદ, ક્રિકેટરના પરિવારના સૂત્રોએ પુષ્ટિ કરી કે તે અને સાનિયા હવે સાથે નથી. બંનેના છૂટાછેડા થઈ ગયા, ત્યારબાદ 18 જાન્યુઆરીએ શોએબે કરાચીમાં પ્રખ્યાત પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા. પરંતુ હવે શોએબના છૂટાછેડાના સમાચાર પર સાનિયા મિર્ઝાના પિતા ઈમરાન મિર્ઝાની પ્રતિક્રિયા સામે આવી છે.


છૂટાછેડા નથી લીધા, 'ખુલા' લીધા છે
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા ઈમરાન મિર્ઝાએ શોએબ દ્વારા સાનિયાને તલાક આપ્યાના સમાચારને ફગાવી દીધા છે. તેણે કહ્યું છે કે આ છૂટાછેડા નહોતા, 'ખુલા' હતા. એટલે કે સાનિયાએ તેના તરફથી શોએબથી અલગ થવાનો નિર્ણય લીધો છે.


અલગ થયા બાદ પણ તેઓ સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરી રહ્યાં છે
તમને જણાવી દઈએ કે શોએબ સાથે 'ખુલા' લીધા પછી પણ સાનિયા મિર્ઝા તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી રહી છે. શોએબ પણ સાનિયાને ફોલો કરે છે. જોકે, સાનિયાએ તેના ઈન્સ્ટાગ્રામ ફીડમાંથી શોએબ સાથેની તેની તમામ તસવીરો ડિલીટ કરી દીધી છે.


 






'ખુલા' શું હોય છે?
ઇસ્લામ ધર્મમાં મહિલાઓને શરિયત દ્વારા અધિકાર આપવામાં આવ્યો છે કે તે પોતાના પતિ પાસેથી તલાક માંગી શકે છે. આને 'ખુલા'' લેવાનું કહેવાય છે. એટલે કે જ્યારે છૂટાછેડા પતિના પક્ષમાંથી નહીં પણ પત્નીના પક્ષમાંથી હોય ત્યારે તેને 'ખુલા' કહેવામાં આવે છે.