કેરળ: કેરળના મુખ્ય પ્રધાન પિનરાય વિજયન દ્વારા લોકડાઉન 4ને લઈને ગાઈડલાઈ જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન રાજ્યમાં 31 મે સુધી અમલમાં રહેશે. તેઓએ શ્રેણીબદ્ધ ચાલકોની શ્રેણી જાહેર કરી હતી, જે 31 મે સુધી અમલમાં રહેશે. નવા પગલાં હેઠળ રાજ્યમાં 50 ટકા સવારી સાથે જિલ્લામાં બસો ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. આંતર-જિલ્લા મુસાફરીની મંજૂરી નથી આપવામાં આવી.




કેરળમાં શોપિંગ કોમ્પલેક્ષમાં 50 ટકા દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ વાળંદની દુકાનો અને બ્યુટી પાર્લરને એર કન્ડીશનીંગ વગર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. હેર સલૂનને ફક્ત વાળ કાપવા અને શેવિંગ માટે જ મંજૂરી આપવામાં આવી છે. દેશમાં હેર સલૂનની દુકાનો ખોલવાની મંજૂરી આપનાર કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

જેમને અન્ય જિલ્લાઓમાં કામ માટે નિયમિત મુસાફરી કરવી પડે છે તેઓને કલેક્ટર અથવા પોલીસની પરવાનગી લેવાની જરૂર રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોની વધુ તપાસ કરવામાં આવશે.