સૂત્રોના મતે સારવાર માટે વિદેશમાં રહેલા પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેને લઇને નિર્દેશ આપ્યા છે. કોગ્રેસના સાંસદોએ આ બિલને લઇને વિરોધ કરવાની રણનીતિ બનાવી હતી પરંતુ સરકાર આ બિલોને લઇને જે રીતે ચારે તરફથી ઘેરાઇ છે બાદમાં કોગ્રેસે દેશભરમાં પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. તમામ ખેડૂત સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે. એટલું જ નહી આરએસએસ સાથે જોડાયેલા ભારતીય કિસાન સંઘે પણ આ બિલોને ખેડૂત વિરોધી ગણાવ્યા છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આરોપ લગાવી ચૂક્યા છે કે આ બિલ મારફતે મોદી સરકાર ઉદ્યોગપતિઓની મદદ કરી રહી છે. સોમવારની બેઠકમાં કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર રહેશે.