ભારતમાં કોરોના વાયરસ (Coronavirus in India)નો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. દેશભરમાં રોજ કોરોના વાયરસના લાખોમાં નવા કેસ આવી રહ્યા છે અને હજારો દર્દીઓના મોત થઈ રહ્યા છે. ભારતમાં પ્રથમ વખત કોરોનાથી એક જ દિવસમાં 4200થી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખને પાર થઈ ગયો ગયો છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.

    


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે.


કુલ કેસ-  બે કરોડ 33 લાખ 40 હજાર 938


કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 93 લાખ 82 હજાર 642


કુલ એક્ટિવ કેસ - 37 લાખ 04 હજાર 099


કુલ મોત - 2 લાખ 54 હજાર 197


કોરોનાના દર્દીઓની સારવારમાં મોટા પાયે સ્ટેરોઈડ (Steroids)નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે, કોરોનાની સારવારમાં Steroidsનો આંધળો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે.






સામાન્ય લક્ષણવાળા દર્દીને થઈ શકે છે ગંભીર વાયરલ નિમોનિયા


એઈમ્સ દિલ્હી (AIIMS, Delhi)ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી સ્ટેરોઈડ્સ વિશે ચેતવણી આપી હતી. ડો. ગુલેરિયાએ કહ્યું કે, સામાન્ય લક્ષણવાળા કોરોનાના દર્દીઓએને સ્ટેરોઈડ્સના હાઈ ડોઝ આપવાથી ઘણું નુકસાન થઈ શકે છે. એવામાં દર્દીની સ્થિતિ ઠીક થવાને બદલે બગડી શકે છે. તેમણે કહ્યું કે, હાઈ ડોઝ સ્ટેરોઈડ્શથી કોરોના દર્દીને ગંભીર વાયરલ નિમોનિયા થઈ શકે છે અને તેના ફેફ્સામાં મોટા પાયે વાયરસ ફેલાઈ શકે છે.


મોડરેટ દર્દીનો આપવામાં આવે છે સ્ટેરોઈડ્સની સલાહ


ડો. રણદીપ ગુલેરિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સ્ટેરોઈડ્સનો ઉપયોગ માત્ર સામાન્ય કરતાં વધારે લક્ષણો હોય તેવા દર્દીઓ માટે કરવામાં આવવો જોઈએ. તેમણે સ્ટેરોઈડનો ઉપયોગને લઈને લોકોને સાવચેત કર્યા કે સામાન્ય લક્ષણવાળા દર્દીને શરૂઆતના 5 દિવસની અંદર સ્ટેરોઈડ ન આપવી જોઈ. આ કોરોના દર્દી માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ડો. ગુલેરિયાએ કહ્યું કે, કોરોનાના શરૂઆતના દિવસોમાં સ્ટેરોઈડ્સનો ઉપયોગ શરીરમાં રહેલ વાયરસને ઝડપથી વધવામાં મદદ કેર છે. જેથી દર્દીની સ્થિતિ વધારે ખરાબ પણ થઈ શકે છે.