Sharaddha Murder Case Update: મંગળવારે (15 નવેમ્બર) દિલ્હી પોલીસ શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલા સાથે મહેરૌલીના જંગલમાં પહોંચી હતી. તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પર 26 વર્ષની શ્રદ્ધાની હત્યાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબે કબૂલ્યું છે કે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેણે લાશના 35 ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા હતા. શ્રદ્ધા હત્યા કેસમાં સાકેત કોર્ટે આરોપી આફતાબને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. દિલ્હી પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.


આફતાબ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ


પોલીસ કસ્ટડી દરમિયાન આફતાબ પર ચાંપતી નજર રાખી રહી છે. લોકઅપમાં પોલીસ આફતાબ પર ખાસ નજર રાખી રહી છે. લોકઅપમાં તેની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન આફતાબને 24 કલાક સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ લોકઅપમાં રાખવામાં આવ્યો છે.


શ્રધ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પોલીસ લોકઅપમાં બ્લેન્કેટ ઢાંકીને સૂતો હોવાની તસવીરો પણ સામે આવી છે. તસવીરોમાં આફતાબ પોલીસ સ્ટેશનની કોટડીમાં  છે. હાલમાં આફતાબ અન્ય કેદી સાથે દક્ષિણ દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનમાં બંધ છે. ત્યાં લોકઅપની બહાર બે-ત્રણ પોલીસકર્મીઓ તેના પર નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ પણ સમયાંતરે આફતાબના સેલની બહાર પેટ્રોલિંગ કરતા રહે છે.


શરીરના 35 ટુકડાઓ


આફતાબ પૂનાવાલાએ કથિત રીતે 18 મેના રોજ ઝઘડા બાદ તેની લિવ-ઈન-પાર્ટનર શ્રદ્ધાનું ગળું દબાવી હત્યા કરી હતી. ગુગલ પર સર્ચ કર્યા બાદ આરોપી આફતાબે હત્યાના પુરાવાને હટાવવા  માટે શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કર્યા અને 300 લીટરના ફ્રીજમાં સ્ટોર કરી દીધા. આ પછી આફતાબે 18 દિવસ સુધી સવારે 2 વાગ્યે દિલ્હીના અલગ-અલગ જંગલોમાં શરીરના ટુકડા ફેંકવાનું શરૂ કર્યું.


હત્યાનું કારણ ?


પોલીસે શનિવારે (13 નવેમ્બર) આરોપી આફતાબની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં તેણે જણાવ્યું કે શ્રદ્ધા અને તેની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. શ્રદ્ધા તેના પર લગ્ન માટે દબાણ કરતી હતી. બીજી તરફ, આફતાબના અન્ય ઘણી છોકરીઓ સાથે પણ સંબંધો હતા અને શ્રદ્ધાને તેના પર શંકા થઈ રહી હતી. આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો પણ થતો હતો. આનાથી કંટાળીને આખરે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી નાખી.  


શ્રદ્ધાની હત્યા પર દિલ્હીથી લઈને મુંબઈ સુધી હાહાકાર મચ્યો છે તે હત્યાની તારીખ અંગે હજુ સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. આફતાબે દિલ્હી પોલીસને જણાવ્યું કે તેણે 18મી મેના રોજ હત્યા કરી જ્યારે શ્રદ્ધાના મિત્રનો દાવો છે કે તેની શ્રદ્ધા સાથે છેલ્લી વાતચીત જુલાઈના અંતમાં થઈ હતી. મિત્રએ વધુમાં એમ પણ કહ્યું કે ઓગસ્ટથી મને ચિંતા થવા લાગી અને પછી મે કોમન મિત્રોને પછ્યું અને બાદમાં શ્રદ્ધાના ભાઈને જાણકારી આપી.