Shraddha Murder Case: શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબ પૂનાવાલા (Aftab Poonawala)ને મહરોલી વિસ્તાર સ્ટેશનમાં (Mehrauli Police Station) થી લાવવામાં આવી રહ્યો છે. હવે તેને પોલીસ જંગલમાં તે જગ્યા પર લઇ ગઇ છે, જ્યાં તેને કથિત રીતે શ્રદ્ધાના શરીરના ટુકડા કરીને ફેંકી દીધા હતા. પોલીસને શ્રદ્ધાના 10થી વધુ ટુકડા મળ્યા છે, અને જંગલમાં વધુ તપાસ માટે આફતાબને લઇને પોલીસ ગઇ છે.


હવે આફતાબે પણ શ્રદ્ધાની હત્યાની વાત કબૂલી લીધી છે. આફતાબે પોલીસને કહ્યું છે કે - 'Yes I Killed Her' , એટલે કે મે તેને મારી નાંખી. ઉલ્લેખનીય છે કે, મુંબઈના કૉલ સેન્ટરમાં નોકરી કરતા શ્રદ્ધા અને આફતાબની મિત્રતા થઈ હતી, દોસ્તી પછી પ્રેમ પાંગર્યો. પ્રેમ એટલો ગાઢ હતો કે જ્યારે પરિવારે વિરોધ કર્યો તો બંને ઘર છોડીને દિલ્હી આવી ગયા, પરંતુ એક દિવસ ઝઘડો થયો અને યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારીને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા. આ સનસનીખેજ હત્યાનો મામલો દિલ્હીના મહેરૌલી વિસ્તારમાંથી સામે આવ્યો હતો. જો કે હત્યાની આ ઘટના 6 મહિના જૂની છે અને આમાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે, જેનું નામ આફતાબ છે.




દિલ્હી પોલીસનુ કહેવુ છે કે, આફતાબે શ્રદ્ધાનો ફોન ફેંકી દીધો હતો, તેના છેલ્લા લૉકેશનની જાણકારી મેળવવામાં આવી રહી છે. જેથી તેને ફરીથી હાંસલ કરી શકાય. પોલીસ શ્રદ્ધાના ટુકડે ટુકડા કરવા માટે વપરાયેલા હથિયારની પણ તલાશ કરી રહી છે. તેને જૂન સુધી તેના જીવતા રહેવાનો આભાસ આપવા માટે તેના ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો હતો. 


દિલ્હીમાં લવ જેહાદનો ક્રૂર કિસ્સો સામે આવ્યો
● દિલ્હીમાં છ મહિના પહેલાં થયેલી હત્યામાં થયો મોટો ખુલાસો
● મુંબઈના કોલ સેન્ટરમાં કામ કરતી શ્રદ્ધાની લિવ ઇનમાં સાથે રહેતા આફતાબે નિર્મમ હત્યા કરી
● મુંબઈમાં ડેટિંગ એપ પર બંને સંપર્કમાં આવ્યા હતાં, યુવક હોટેલમાં શેફની નોકરી કરતો હતો
● હત્યારાએ યુવતીના 35 ટુકડા કરી દિલ્હીના મેહરોલીના જંગલમાં ફેંક્યા, વેબસીરિઝ પરથી લીધી હતી પ્રેરણા
● શરીરના ટુકડા કરી ફ્રિજમાં મુક્યા બાદ 18 દિવસ સુધી રોજ રાત્રે ટુકડા જંગલમાં ફેંકવા જતો
● યુવતીએ લગ્ન માટે સવાલ પૂછતા ઝગડો થતાં યુવકે કરી હતી હત્યા
● મુંબઈમાં યુવતીના પરિવાર તરફથી આ સંબંધનો વિરોધ કરાતા યુવતી યુવક સાથે દિલ્હીમાં રહેતી હતી
● શીફ્ટ થયાના 10 દિવસમાં જ કરી હત્યા, હત્યા બાદ યુવક રાબેતા મુજબ નોકરીએ પણ જતો હતો
● લાંબા સમયથી પરિવારનો યુવતી સાથે સંપર્ક નહીં થતાં પોલીસ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે તપાસ બાદ હત્યારાની ધરપકડ કરી