અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બનાવવામાં આવેલ શ્રીરામ જન્મભૂમિ ક્ષેત્રને પ્રથમ દાન તરીકે રોકડા 1 રૂપિયાનું દાન મળ્યું જેથી ટ્રસ્ટ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણની દિશામાં કામ શરૂ કરી શકે.
કેન્દ્ર સરકાર તરફતી આ દાન ટ્રસ્ટને ગૃહ મંત્રાલયે અવર સચિવ ડી. મુર્મૂએ આપ્યું. અધિકારીએ જણાવ્યું કે, ટ્રસ્ટ અચલ સંપત્તિ સહિત કોઈપણ શરત વગર કોઈપણ વ્યક્તિ પાસેથી કોઈપણ રીતે દાન, અનુદાન, અંશદાન, યોગદાન લઈ શકે છે.
નોંધનીય છે કે, મોદી કેબિનેટમાં બુધવારે રામ મંદિર ટ્રસ્ટને મંજૂરી મળી હતી. તેના બાદ ટ્ર્સ્ટના સભ્યોના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 15 લોકોના નામની જાહેરાત કરવામાં આવી છે. અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદમાં હિન્દુ પક્ષના મુખ્ય વકીલ રહેલા 92 વર્ષીય કે.પરાશરનને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે 9 ફેબ્રુઆરી સુધી રામ મંદિર માટે ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો હતો.
1. કે પરાશરન ( સુપ્રીમ કોર્ટના વકિલ)
2. શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ (પ્રયાગરાજ)
3. જગતગુરૂ મધવાચાર્ય સ્વામી ( કર્ણાટકના પેજાવર મઠના પીઠાધીશ્વર)
4. યુગપુરૂષ પરમાનંદજી મહારાજ (અખંડ આશ્રમ હરિદ્વારના પ્રમુખ)
5. સ્વામી ગોવિંદ દેવગિરીજી મહારાજ (પ્રવચન કર્તા)
6. વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા (અયોધ્યાના રાજપરિવારના વંશજ)
7. ડૉ. અનિલ મિશ્ર ( હોમિયોપેથિક ડોક્ટર)
8. શ્રી કામેશ્વર ચૌપાલ (પટના)
9. મહંત દિનેન્દ્ર દાસ (નિર્મોહી અખાડા, અયોધ્યા)
10. બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા નામિત
11. બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા નામિત
12. કેન્દ્રના પ્રતિનિધિ
13. રાજ્યના પ્રતિનિધિ
14. અયોધ્યાના ડીએમ
15. ટ્ર્સ્ટી દ્વારા નામિત ચેરમેન
સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ટ્રસ્ટ બનાવવાનો પ્રસ્તા રાખ્યો. તેમણે કહ્યું કે, કેબિનેટની બેઠકમાં સરકારે આ નિર્ણય કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આ મદ્દાને લઈને સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એક યોજના તૈયાર કરી છે.