સૃષ્ટી મુખ્યમંત્રી પદના લેશે શપથ
હરિદ્રારના ગામ દૌલત પરાની નિવાસી સૃષ્ટી ગૌસ્વામી એક દિવસ માટે ઉત્તરાખંડની સીએમ બનવા જઇ રહી છે. 24 જાન્યુઆરીએ તે માટે કાયદેસર શપથ ગ્રહણ પણ કરશે. જી હાં તે બાલ સીએમના શપથ ગ્રહણ કરશે.
24 જાન્યુઆરીએ બાલિક શશક્તિકરણ દિવસ છે. બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષ ઉષા નેગીએ આ સંબંધિત પત્ર મુખ્ય સચિવ ઓમ પ્રકાશને લખ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, આ દિવસે એક દિવસ માટે પ્રતિભાશાળી વિદ્યાર્થિની સૃષ્ટિને ઉત્તરાખંડના સીએમનો કાર્યભાર સોંપાશે.
દરેક વિભાગના વિકાસ કાર્યોનું કરશે સમીક્ષા
એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવા જઇ રહેલી સૃષ્ટી એક દિવસમાં તમામ વિભાગના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. ઉપરાંત દરેક વિભાગના અધિકારી બાલ વિધાનસભામાં હાજરી આપશે અને વિકાસ કાર્યોનો અહેવાલ રજૂ કરશે.
કોણ છે સૃષ્ટી ગૌસ્વામી?
સૃષ્ટી ગૌસ્વામી બીએસસી એગ્રિક્લ્ચરના સાતમા સેમિસ્ટરની વિદ્યાર્થિની છે. સૃષ્ટિ હરિદ્વારના દૌલતપુરની નિવાસી છે અને તે રૂડકીમાં બીએસએમ પીજી કોલેજની વિદ્યાર્થિની છે. બાળ વિધાનસભામાં દર ત્રણ વર્ષે બાળ મુખ્યમંત્રીની પસંગી કરાઇ છે. આ મામલે સૃષ્ટિ ગૌસ્વામીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.