નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી ટૂ-વ્હિલર્સ કંપની Hero MotoCorpએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ 10 કરોડમી બાઇકને ફેક્ટરીમાંથી રૉલાઉટ કરી છે. આ ઇતિહાસ રચનારી હીરો દુનિયામાં પહેલી કંપની બની ગઇ છે. કંપનીએ Hero Xtreme 160Rને પોતાની કરોડમી બાઇક તરીકે રજૂ કરી છે. હરિદ્વાર વાળા પ્લાન્ટમાં આ બાઇકને રૉલાઉટ કરવામાં આવી છે.


1984માં થઇ હતી શરૂઆત
Hero એ વર્ષ 1984 માં હોન્ડાની સાથે મળીને ટૂ-વ્હિલર્સની શરૂઆત કરી હતી. પરંતુ વર્ષ 2011માં હીરો અને હોન્ડા એકબીજાથી અલગ થવાનો ફેંસલો કર્યો, અને બન્ને અલગ થઇ ગયા હતા. કંપનીએ 1994માં 10 લાખમી બાઇકનુ પ્રૉડક્શન કર્યુ હતુ. આ પછી વર્ષ 2001માં 50 લાખમી બાઇક અને જલ્દી જ એટલે કે 2004માં કંપનીએ 1 કરોડમી બાઇક બનાવી હતી.

વળી, વર્ષ 2008માં 25 મિલિયન, વર્ષ 2013માં 50 તો વર્ષ 2017માં 75 મિલિયન બાઇક્સ બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે હીરોએ 10 કરોડમી બાઇકનુ પ્રૉડક્શન કરીને ઇતિહાસ રચી દીધો છે. આંકાડા પ્રમાણે, હીરોએ છેલ્લા સાત વર્ષમાં કંપનીએ કુલ પાંચ કરોડ બાઇક્સ બનાવી છે.

6 મૉડલ કર્યા લૉન્ચ
આ ખાસ પ્રસંગે હીરો મોટોકોર્પે સેલિબ્રેશન એડિશન 6 મૉડલ્સ લૉન્ચ કર્યા છે, જેમાં Splendor Plus, Passion Pro, Glamour, Maestro Edge 110, Destini 125 અને Xtreme 160R સામેલ છે. આ મૉડલ્સને ખાસ કિંમત અને સ્કીમની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યા છે. આ મૉડલ્સ આગામી મહિનાથી સેલ કરવામાં આવશે.