મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટે ભક્તો માટે પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેનાર 16000 લિટર શુદ્ઘ ઘીની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ તેની સાથે એ શરત પણ રાખી છે કે તેનો ઉપયોગ કોઈ ખાવાની સામગ્રીમાં ન થવો જોઈએ. વાત એમ છે કે વિતેલા વર્ષે માર્ચ મહિનામાં 50 લાખ રૂપિયામાં આ ઘી ખરીદવામાં આવ્યું હતું, જેની હરાજીને મહારાષ્ટ્ર સરકારના કાયદા અને ન્યાયપાલિકા વિભાગે હાલમાં જ મંજૂરી આપી છે.


જ્યારે સિદ્ધિવાનાયક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ આદેશ બાંદેકરે કહ્યું કે, સામાન્ય સમય દરમિયાન લગભગ 35000થી 40000 લાડુ વેચવામાં આવતા હતા, જેની કિંમત 10 રૂપિયા હતી. સાથે જ અંગારકી સંકષ્ટી જેવા ખાસ અવસર પર 1 લાખ લાડુ વેચાઈ જતા હતા. પરંતુ વિતેલા વર્ષે કોરોના મહામારી અને લોકડાઉનને કારણે પ્રસાદ માટે જેમની પાસેથી કાચો માલ ખરીદ્યો હતો તેમણે પરત લઈ લીધો હતો. પરંતુ ઘીની શેલ્ફ લાઈફ ઓછી હોવાને કારણે તે પાછું લેવામાં આવ્યું ન હતું.


લોકડાઉનને કારણે ઘીની હરાજીનો નિર્ણય કર્યો


જાણકારી અનુસાર 16000 લિટર ઘી ઉત્તર પ્રદેશના બરેલીમાં એક વેપારી પાસેથી ખરીદ્યું હતું, જે વિતેલા માર્ચમાં લોકડાઉન લાગુ થયા પહેલા જથ્થાબંધમાં વેચાયું હતું. આદેશ બાંદેકરે કહ્યું કે, જ્યારે પ્રથમ વખત લોકડાઉન લાગ્યું હતું ત્યારે સ્થિતિમાં ઝડપથી સુધારો આવવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ મંદિર 5 નવેમ્બર 2020ના રોજ ખુલ્યું, જેના કારણે ઘી ખરાબ થવાનું જોખમ વધી ગયું માટે ઘીની હરાજીનો નિર્ણય કરવામાં આવ્યો.


મંદિરમાં દરરોજ 30000 ભક્તો આવે છે


આદેશ બાંદેકર અનુસાર આ હરાજીથી ઘી ખરીદવા માટે ખર્ચ કરવામાં આવેલ રકમના 60થી 70 ટકા મળવાની આશા છે. જ્યારે મંદિરમાં હાલમાં દરરોજ 30000 ભક્તોની ભીડ જોવા મળી રહી છે જે મંગળવારે વધીને એક લાખ સુધી પહોંચી જાય છે.


Corona Update: સતત ત્રીજા દિવસે 50 હજારથી વધારે કોરોનાના નવા કેસ નોંધાયા, 24 કલાકમાં 1329ના મોત