નવી દિલ્લીઃ પંજાબમાં થનાર વિધાનસભાની ચુંટણીને લઇને ફાયરબ્રાંડ નેતા નવજોતસિંહ સિદ્ધુએ સુપર શૉટ માર્યો છે. પંજાબમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ બદલે સીધો દિલ્લી હાઇકમાનનો સંપર્ક કર્યો છે. એવી અફવા છે કે, સિદ્ધુ જલ્દી આવામ-એ-પંજાબ પાર્ટીનું કૉંગ્રેસમાં વિલિનીકરણ કરી શકે છે. બીજી તરફી પંજાબ કૉંગ્રેસના નેતાઓ આ વાતનું ખંડન કરી રહ્યા છે. જો સિદ્ધુ કૉંગ્રેસમાં જોડાય છે તો તે આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો ઝટકો હશે. નવજોત સિંહ સિદ્ધુએ થોડા સમય પહેલાજ આવજ-એ-પંજાબ નામના પક્ષની રચના કરી હતી. આ પહેલા સિદ્ધુની આમ આદમી પાર્ટીમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.