ભોપાલ: આઝાદી પછી શહીદ થયેલાના સૈનિકોના સન્માનમાં બનાવેલા શૌર્ય સ્મારકનું આજે પીએમ મોદી ઉદ્ઘાટન કરશે. ભોપાલના ઉદ્ધાટન કાર્યક્રમ બાદ પીએમ મોદીની સભા પણ થશે. પીએમની મુલાકાતને ધ્યાનમાં રાખી દરેક સરકારી ઓફિસોમાં ત્રણ વાગ્યા પછી રજા આપી દેવામાં આવશે.

ભોપાલમાં બાર એકર જમીનમાં બનાવાયેલું શૌર્ય સ્મારક સેનાના બાકી સ્મારકો કરતા ઘણું અલગ છે. પાકિસ્તાનના ભાગલાથી લઈને ચીન, બાંગ્લાદેશની લડાઈ અને કારગિલની યાદોને આ શૌર્ય સ્મારકમાં સમાવવામાં આવી છે.

ભોપાલમાં 41 કરોડના ખર્ચે તૈયાર થયેલા શૌર્ય સ્મારકમાં ઘણી ગેલેરી છે. જ્યાં વીર સૈનિકોની તસવીરો, યુદ્ધ દ્રશ્યો અંગે વિસ્તારમાં માહિતી આપવામાં આવી છે. આઝાદી બાદ લડાઈમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં 60 ફીટના સ્તંભ પર અમર જ્યોતિ પ્રગટાવવામાં આવશે, જેનું ઉદ્ઘાટન પીએમ મોદી કરશે.