Sidhu Moose Wala Postmortem: પંજાબના માનસા જિલ્લામાં રવિવારે પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. મંગળવારે તેમના મૂળ ગામ મુસામાં મૂસેવાલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે, સિદ્ધુ મૂસેવાલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં, તેમની હત્યા સાથે જોડાયેલી ઘણી બાબતો સામે આવી છે. રિપોર્ટમાં ખુલાસો થયો કે, તેમના શરીર પર 19 ગોળીઓના નિશાન હતા અને ઘાયલ થયાની 15 મિનિટમાં જ તેમનું મોત થયું હતું.


રિપોર્ટમાં સામે આવ્યું છે કે, સિદ્ધુ મૂસેવાલાના શરીર પર કુલ 23 ઘા હતા જેમાંથી 14-15 ગોળીઓના નિશાન શરીરના આગળના ભાગમાં વાગેલા હતા. જ્યારે જમણા હાથની કોણીમાં ત્રણ-ચાર ગોળીઓ વાગી હતી. તેમના શરીરમાં ત્રણથી પાંચ સેમી. સુધીના ઘા મળ્યા હતા. આમ ગોળીઓથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાની 15 મિનીટ બાદ જ સિદ્ધુ મૂસેવાલાનું નિધન થયું હતું.


હત્યા માટે કરાયું હતું પ્લાનિંગઃ
તમને જણાવી દઈએ કે, શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. મૂસેવાલાની હત્યા કરવા માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. હત્યારાઓએ મૂસેવાલાને મારવા માટે સચોટ રેકી કરી હતી. આ રેકી કર્યા બાદ એક કિલર તેમનો ફેન બની ગયો અને ફોટો ખેંચનાર લોકો સાથે જોડાયો હતો. મૂસેવાલાના ઘરેથી મળેલા CCTV ફૂટેજમાં આ વાત સામે આવી છે. પોલીસે આ ફૂટેજ પોતાના કબજામાં લઈ તપાસ શરૂ કરી છે. મૂસેવાલાની હત્યાના દિવસે કારમાં તેની સાથે રહેલા ગુરવિંદર સિંહ અને ગુરપ્રીત સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો તે દિવસે મૂસેવાલાની પિસ્તોલમાં બધી ગોળીઓ હોત તો તેનો જીવ બચી શક્યો હોત.


આ પણ વાંચોઃ


MS Dhoni: ધોનીને યાદ આવ્યા જૂના દિવસો, કહ્યું - જો આવું થયું હોત તો ભારત માટે ના રમી શક્યો હોત...