નવી દિલ્હી: ભારત અને નેપાળને લઈને તણાવ ચાલી રહ્યો છે. ત્યારે નેપાળે ભારતીય ન્યૂઝ ચેનલોના પ્રસારણ પર રોક લગાવી છે. નેપાળમાં કેબલ ટીવીના પ્રોવાઈડર્સના ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે દેશમાં ભારતીય ચેનલના પ્રસારણનું સિગ્નલ રોકી દેવામાં આવ્યું છે. પરંતુ કોઈ આધિકારીક આદેશ જાહેર કરવામાં નથી આવ્યો.


પરંતુ પૂર્વ ઉપ પ્રધાનમંત્રી અને સત્તારૂઢ નેપાળ ક્મયુનિસ્ટ પાર્ટીના પ્રવક્તા નારાયણ કાજીએ કહ્યું કે નેપાળ સરકાર અને અમારા પીએમના વિરૂદ્ધ ભારતીય મીડિયા દ્વારા આધાર વગરના પ્રચારે તમામ હદો પાર કરી છે. આ ખૂબ જ વધારે થઈ રહ્યું છે. બકવાસ બંધ થાય.

નેપાળે આ પગલું એવા સમયે લીધું છે જ્યારે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ચીનના ટેકા પર ભારતને ભડકાવવાનાં પગલાં લીધાં છે.



હાલમાં જ નેપાળે પોતાના નક્શામાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાઘુરાના વિસ્તારોને પોતાના ક્ષેત્રના રૂપમાં દર્શાવ્યા છે, જ્યારે રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ આ વિસ્તાર ભારતનો ભાગ છે. નવા નક્શાને સંસદની મંજૂરી મળી ગઈ છે.