આરોગ્ય મંત્રાલય તરફથી આજે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે, જનસંખ્યાના આધાર પર ભારત દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે, તેમ છતાં કોરોનાને લઈને સંતોષકારક કામ કર્યું છે. ભારતમાં 10 લાખની વસ્તી પર 538 કેસ છે. જે મોટાભાગના દેશોની તુલનામાં ઓછા છે. ભારતમાં 4,76,378 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે અને 2,69,789 એક્ટિવ કેસ છે. અમે એવું સંચાલન કરી રહ્યાં છે કે, આપણા હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ટર પર જરૂરિયાતથી વધારે દબાણ નથી.
આરોગ્ય વિભાગે કહ્યું કે, કોરોનામાં પ્રતિ 10 લાખની આબાદી પર 15 લોકોના મોત થયા છે. જ્યારે અનેક દેશોમાં આ 40 ગણો વધારે છે. નિવેદિતા ગુપ્તાએ કહ્યું કે, “પ્રતિદિન સરેરાશ 2.6 લાખ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. એન્ટીજન ટેસ્ટના ઉપયોગથી અમે ટેસ્ટિંગ વધારવાની કોશિશ કરી રહ્યાં છે.”
સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું, “સૌથી મહત્વપૂર્ણ છે જીવ બચાવવો. અમારો પૂરો પ્રયાસ છે કે, કોરોનાથી થનારા મોતના દરને 1 ટકાથી નીચે લાવવામાં આવે. તેના માટે જિલ્લા સ્તર સુધી ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટના આધારભૂત મૂલ્યો લાગુ કરી કોરોનાને નિયંત્રણ કરી રહ્યાં છે.”