Silkyara Tunnel Rescue Live: સીએમ ધામીએ ફરી શ્રમિકો સાથે વાત કરી રેસ્ક્યૂ ઓપરેશનમાં સમય લાગશે, વર્ટિકલ ડ્રિલિંગનો પણ છે ઓપ્શન

ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકો માટે આજે 14મો દિવસ છે. મંગળવારે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન સુરંગમાં ફસાયેલા 41 કામદારો સુરક્ષિત હોવાનો પહેલો વીડિયો સામે આવ્યો હતો

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 25 Nov 2023 05:55 PM

બ્રેકગ્રાઉન્ડ

Uttarakhand Tunnel Collapse Rescue Live: ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકો માટે આજે 14મો દિવસ છે. મંગળવારે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન સુરંગમાં ફસાયેલા 41 કામદારો સુરક્ષિત હોવાનો પહેલો વીડિયો સામે આવ્યો હતો....More

મુખ્યમંત્રી ધામીએ ટનલની અંદર ફસાયેલા શ્રમિકો સાથે વાત કરી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે ​​ફરી એકવાર ટનલની અંદર જઈને બચાવ કામગીરીની સમીક્ષા કરી અને ટનલની અંદર ફસાયેલા કામદારો સાથે પણ વાત કરી. સીએમ ધામીએ અધિકારીઓ પાસેથી ટનલમાં ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરી અંગે પણ માહિતી લીધી હતી.