ઢાકાઃ હાલ ન્યૂઝીલેન્ડની ટીમ બાંગ્લાદેશ પ્રવાસે છે. ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં પ્રથમ ટી-20માં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો લીધો હતો. જોકે કિવી કેપ્ટન ટોમ લાથમનો આ ફેંસલો ખોટો સાબિત થયો હતો.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ બાંગ્લાદેશના બોલિંગ આક્રમણ સામે પૂરી 20 ઓવર પણ ટકી શકી નહોતી. 16.5 ઓવરમાં જ 60 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન ટોમ લાથમ અને હેન્રી નિકોલસે 18-18 રન બનાવ્યા હતા. તે સિવાય એકપણ બેટ્સમેન ડબલ ફિગરમાં પહોંચી શક્યો નહોતો. બાંગ્લાદેશ તરફથી મુસ્તુફિઝુર રહમને 13 રનમાં 3 વિકેટ લીધી હતી. શાકિબ અલ હસને 10 રનમાં 2, સૈફુદીને 7 રનમાં 2, નસુમ અહમદે 5 રનમાં 2 તથા એમ હસને 15 રનમાં 1 વિકેટ લીધી હતી.
ન્યૂઝીલેન્ડનો ટી-20માં સૌથી ઓછો સ્કોર
- 60 રન વિ બાંગ્લાદેશ, મિરપુર, 2021
- 60 રન વિ શ્રીલંકા, ચિત્તાગોંગ, 2014
- 80 રન વિ પાકિસ્તાન, ક્રાઈસ્ટચર્ચ, 2010
- 81 રન વિ શ્રીલંકા, લાઉડર હિલ, 2010
બાંગ્લાદેશ સામે કોઈપણ ટીમે ટી-20માં નોંધાવેલો સૌથી સ્કોર
- 60 રન, ન્યૂઝીલેન્ડ, મિરપુર, 2021
- 62 રન, ઓસ્ટ્રેલિયા, મિરપુર, 2021
- 72 રન, અફઘાનિસ્તાન, મિરપુર 2014
- 82 રન, યુએઈ, મિરપુર, 2016
ટેસ્ટ રેન્કિંગમાં રોહિતે કોહલીને પછાડ્યો, રૂટ બન્યો કિંગ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી ચોથી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. આ પહેલા આઈસીસીએ ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યુ છે. નવા રેન્કિંગમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટનો મોટો ફાયદો થયો છે. ભારત સામે સતત ત્રણ ટેસ્ટમાં સદી ફટકારનારો રૂટ હવે ટેસ્ટ ક્રિકેટનો નવો બાદશાહ બની ગયો છે. તે બેટ્સમેનોના રેન્કિંગમાં ન્યૂઝિલેન્ડના વિલિયમસનને પછાડીને ટોચનું સ્થાન કબજે કર્યું છે. રૂટ છ વર્ષ બાદ ટેસ્ટમાં નંબર વન બેટ્સમેન બન્યો છે. બેટ્સમેનોના રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વધુ એક ક્રમ નીચે સરકી ગયો છે. ટીમ ઈન્ડિયાનો સાથી અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા તેનાથી આગળ નીકળી ગયો છે. રોહિત શર્મા હવે પાંચમા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે કોહલી છઠ્ઠા સ્થાને ધકેલાઈ ગયો છે. ટોચના પાંચ બેટ્સમેનોમાં જ રૂટ, કેન વિલિયમસન, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશાન અને રોહિત શર્મા છે.